સાણંદ, છત્રાલ, ચાંગોદર, સાંતેજમાં આવેલી ટેક્સટાઈલ સેક્ટર અને ફાર્મા કંપનીને ૭૦ કરોડ જેટલું નુકસાન પરપ્રાંતિયો પર હુમલા : અમદાવાદ સહિત ઉ.ગુજરાતમાં ઉદ્યોગો ઠપ્પ

0
6

અમદાવાદ,તા.૧૦
ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલા બાદ ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો અને કામદારો તેમજ રહેવાસીઓ હિજરત કરી રહ્યાં છે. પરપ્રાંતીયો વતન વાપસી કરતા ગુજરાતમાં ૨૦થી વધુ નાના- મોટા ઉદ્યોગો ઠપ થયા છે. તેમજ ૨૫૦ કરોડથી વધુ નુકસાન થયું છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ફાર્મા કંપની અને ટેક્સટાઈલ કંપનીઓ તેમજ અન્ય ઉદ્યોગોને મોટી અસર થઈ છે.
અમદાવાદના આસપાસના વિસ્તારોમાં સાણંદ, છત્રાલ, ચાંગોદર, સાંતેજમાં આવેલી ટેક્સટાઈલ સેક્ટર અને ફાર્મા કંપનીને ૭૦ કરોડ જેટલું નુકસાન થયુ છે. જ્યારે બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પ્રાતિંજ, હિંમતનગર, કડી અને કલોલમાં થતા સિરામિક ઉદ્યોગ, પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝને ૨૦૦ કરોડ જેટલું નુકસાન થયું છે.
સમગ્ર રાજ્યમાં જ્યારે પરપ્રાંતીય લોકોને કેટલાક લોકો દ્વારા ટાર્ગેટ બનાવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં હજી પણ લોકો વચ્ચે આત્મીયતાના સબંધોમાં જરા પણ અંતર આવ્યું નથી. અમદાવાદના પૂર્વવિસ્તારમાંથી ૧૬ લોકો ઘરબાર છોડીને પોતાના વતન જતા રહ્યાં હતા. પરંતુ તેઓ જ્યાં કામ કરતા હતા તે વેપારીએ તેમને ફોન કરીને કહ્યું- હું તમારી સાથે છું કહેતા ૧૬ પરપ્રાંતીય પાછા અમદાવાદ પરત ફર્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY