અમદાવાદ,તા.૧૦
વિદેશી નાગરીકો સાથે ઠગાઇ આચરનાર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરને બંધ કરાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ કેસથી બચવા માટે હવે ગઠીયાઓએ શહેરના ખૂણેખાંચરે નાના નાના કોલ સેન્ટર શરૂ કરી દીધા છે. આવું જ એક કોલ સેન્ટર ગઇ કાલે મોડી રાતે વટવા વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પોલીસે પકડી પાડ્યું છે.
૬ યુવકો અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપી જુદી જુદી વેરિફીકેશન ફી, લોન એગ્રીમેન્ટ ફીના જેની અનેક લાલચો આપીને રૂપિયા પડાવતા હતા. પોલીસે છ લેપટોપ, છ મોબાઇલ, છ રાઉટર અને છ મેજિક જેક આરોપીઓ પાસેથી જપ્ત કર્યા છે.
વટવા પોલીસને બાતમી મળી હતી કે વટવા વિસ્તારમાં આવેલ કુતુબનગરમાં વિદેશી નાગરિકો સાથે ઠગાઇ કરવાનું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું છે.
બાતમીના આધારે વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ડી સ્ટાફની ટીમ મોડી રાતે ઘટનાસ્થળે પહોંચીને દરોડા પડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે ૬ યુવકોની ધરપકડ કરી હતી અને લેપટોપ અને મેજિક જેક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે તમામ યુવકો વિરુદ્ધમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.ઉલેખ્ખનીય છે કે છેલ્લા ઘણા સમયથી શહેરના પૂર્વ વિસ્તારમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ધમધમી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




