પત્નીએ પ્રેમીને ઘરે બોલાવી પતિને માર મારતા ફરિયાદ નોંધાઈ

0
6

અમદાવાદ,તા.૫
બોપલ વિસ્તારમાં પતિએ પત્નીને ફોન પર કોની સાથે વાત કરે છે કહી ઠપકો આપતાં પત્નીએ પ્રેમીને જાણ કરી હતી. પ્રેમીએ ઘરે આવી અને પ્રેમિકાના પતિને માર માર્યો હતો. બોપલ પોલીસે આ મામલ પ્રેમી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બોપલમાં રહેતા અને નવરંગપુરા વિસ્તારમાં સાડીનો શો રૂમ ધરાવતા અવિનાશની પત્ની મીના સાંજના સમયે ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. અવિનાશે પત્નીને ફોન પર કોની સાથે વાત કરે છે પૂછતાં મીનાએ મારો મિત્ર છે, શું કામ છે કહી ફોન કાપી નાંખ્યો હતો. પતિ-પત્ની વચ્ચે આ મામલે બોલાચાલી થઈ હતી. જેથી મીનાએ તેના પ્રેમી જયને ફોન કરી અવિનાશ ઝઘડો કરે છે, તું અહીંયા આવ તેમ કહ્યું હતું.
જેથી મીનાનો પ્રેમી જય તાત્કાલિક ઘરે આવી અવિનાશને માર માર્યો હતો. સોસાયટીના સેક્રેટરી વચ્ચે છોડવવા વચ્ચે પડતા જયે તેમને પણ માર માર્યો હતો. માર મારતા જયે કહ્યું હતું કે તારી પત્ની મીના સાથે મારે બે-ત્રણ વર્ષથી સંબંધ છે જા તું આડો આવીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
મીનાએ અવિનાશને જણાવ્યું હતું કે, જય સાથે તેને બે-ત્રણ વર્ષથી અનૈતિક સંબંધ છે. જા તું મને રોકીશ તો ઘરેલું હિંસાના કેસો કરીશ તેવું કહેતી હતી. જેથી અવિનાશે બોપલ પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY