નર્મદા નિગમ ,svprat અને SRP પણ ફી ઉઘરાવે છે. હવે પ્રવાસીઓ પર વધુ બોજ
સરકારી એજન્સીઓએ ફી ઉઘરાવાનું શરૂ કરી દીધું પરંતુ કેવડિયા ગામે ઠરાવ ક્યો તેનું શું ?
રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની ભીડ વધતા છેલ્લા 4 મહિનામાં 10 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા જયારે 24 કરોડ થી વધુની આવક થઇ રહી છે ત્યારે 380 ની ટિકિટ માં પ્રવાસીઓ બૂમો પાડી રહ્યા છે ત્યારે હવે 3 માર્ચ થી વધુ એક બોજ પ્રવાસીઓ પર નાખવામાં આવી રહ્યો છે જેમાં પ્રવાસીઓની ગાડીઓ આવે છે જેને પીઆરઓ કચેરી પાસે મૂકી સ્ટેચ્યુની બસમાં જવાનું હોય છે ત્યારે પીઆરઓ કચેરી પાસે અને પાર્કિંગની મુશ્કેલીમાં SRP ગ્રુપ દ્વારા પણ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી જેમાં કાર ના 20 રૂપિયા ઉઘરાવવા માં આવી રહ્યા છે જયારે જે લોકો સીધા સ્ટેચ્યુ પર ગાડી, બસ, લઈને જાય છે તેમણે પણ હેલીપેડ પર પાર્કિંગ કરવાનું હોય છે અહીંયા પ્રવાસીઓને 150 થી 300 સુધી પાર્કિંગ ચૂકવવું પડે જેથી પ્રવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે.
પ્રવાસીઓ સ્ટેચ્યુ જોવાની ટિકિટ લે છે અને બસમાં જવાની પણ ટિકિટ લેછે હવે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ અને નર્મદા નિગમ બન્ને દ્વારા નક્કી કર્યું છે કે જેતે પાર્કિંગ પોઈંટ છે જ્યાં પાર્કિંગની ફી લેવાઈ, જયારે SRP ગ્રુપ એ પણ પીઆરઓ કચેરી પાછળ ખુલ્લી તેમની જગ્યામાં પાર્કિંગ પોઈંટ શરૂ કરી પ્રવાસીઓ પાસે ફી વસુલલાત શરૂ કરી છે ત્યારે હવે આ પ્રવાસન સ્થળ પર પ્રવાસીઓની સંખ્યા વધતા લૂંટવાનું કામ સરકાર કરી રહી હોવાનું જણાવી પ્રવાસીઓમાં નારાજગી વ્યાપી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





