સલમાનની ‘ભારત’નું નવું ગીત ‘તુરપેયા..’ રિલીઝ

0
7

મુંબઈ,તા.૨૨
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નું નવું ગીત ‘મૈં તુરપેયા’ રિલીઝ થઈ ગયું છે. આ ગીત સલમાન ખાને સોશિયલ મીડિયામાં શૅર કર્યું છે. આ ગીત શૅર કરીને સલમાન ખાને કેપ્શન આપ્યું છે, ‘મૈં તુરપેયા ઘર સે દૂર…’ આ ગીતને સોશિયલ મીડિયામાં સારો રિસ્પોન્સ મળ્યો છે અને ચાહકોએ ગીતને ચાર્ટબસ્ટર ગણાવ્યું છે.
આ ગીતને સુખવિંદર સિંહ તથા વિશાલ-શેખરે ગાયું છે. લિરિક્સ ઈર્શાદ કામિલના છે. ગીતમાં નોરા ફતેહીનો અદ્દભૂત ડાન્સ જોવા મળ્યો છે.
આ ગીત રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સને ઘણું જ પસંદ આવ્યું છે. એક યુઝરે લખ્યું હતું, મસ્ત ગીત. યુઝર્સે ફિલ્મને પણ બ્લોકબસ્ટર ગણાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY