મુંબઈ,તા.૨૨
બોલિવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન પર વિવાદીત મીમ શેર કરનાર અભિનેતા વિવેક ઓબરોય હાલ ચર્ચામાં છે. જો કે તેમણે આ વિવાદીત મીમ પર ટ્વીટ પર માફી માગી લીધી છે. પરંતુ તેમની મુશ્કેલી થંભી જાય તેમ લાગતું નથી. એશ્વર્યા રાય પર અસંવેદનશીલ ટ્વીટ બાદ એક ચેરિટી ઓર્ગેનાઇઝેશને વિવેક ઓબરોયને પોતાની ઇવેન્ટમાંથી પડતો મૂકી દીધો છે.
સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા એક નિવેદનમાં લખ્યું છે, વિવેક ઓબેરોયની સોશિયલ મીડિયા પોસ્ટના આધારે સ્માઇલ ફાઉન્ડેશન સેલિબ્રિટીને પોતાનાથી અલગ કરે છે. વિવેકને ડીએલએફ પ્રોમેનેડમાં ઓડિશા ફાની ચક્રવાત માટે ફંડ રેજિંગ ઇવેન્ટનું ભાગ બનનાર હતા. અમારી સંસ્થા મહિલા સશક્તિકરણને ટેકો આપે છે. વિવેક ઓબેરોયનું નિવેદન અમારી વિચારધારા સાથે મેળ ખાતું નથી.
વિવેક ઓબેરોયની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. બોલીવુડ ઍક્ટ્રેસ સોનમ કપુર, મધુર ભંડારકર, અનુપમ ખેર સમતે ઘણા કલાકારોએ વિવેકના ટ્વીટની નિંદા કરી હતી. સોનમ કપૂરે તો વિવેક ઓબરોયને ક્લાસલેસ વ્યક્તિ કહ્યો હતો. જેના જવાબમાં વિવેકે સોનમને કહ્યું કે તેઓ વધારે પડતું રિએક્ટ કરી રહ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




