ષડ્યંત્રણ હેઠળ એક કોમને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે : ઓમર અબ્દુલ્લા

0
8

શ્રીનગર,તા.૨૧
જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી નેતાઓની સુરક્ષા હટાવવાના નિર્ણયનો નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટીકા કરી અને કહ્યું કે એક તરફ સરકાર સંસદ અને વિધાનસભા ચૂંટણીની વાત કરી રહી છે અને બીજી તરફ નેતાઓને સુરક્ષાની કોઇ જરૂરિયાત ન હોવાનું જણાવી રહી છે.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આ એક સમજી વિચારીને એક ષડયંત્ર હેઠલ એક કોમને બદનામ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરી નેતાઓની સુરક્ષા હટાવી લેવાના મામલે કોર્ટમાં જવાની વાત કહી. કાશ્મીરીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરી વિદ્યાર્થીઓ અને ત્યાંના નાગરીકો પર અન્ય રાજ્યોમાં થયેલા હુમલા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY