અધિકારીઓએ ચૂંટણીંલક્ષી કાર્યનું જાત નિરીક્ષણ
આહવા, તા.૧૦
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ને અનુલક્ષીને ૨૬-વલસાડ (અ.જ.જા.) સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણીલક્ષી કામગીરીના નિરિક્ષણ માટે પધારેલા ચૂંટણી ઓબ્ઝર્વર સર્વશ્રી યશપાલ ગર્ગ, અને પ્રવિણ મધુકર પવારએ, ડાંગ જિલ્લાના સંબંધિત અધિકારીઓને ચૂંટણી સંલગન્ કામગીરીમાં ચોક્સાઇ દાખવવાનો અનુરોધ કર્યો હતો.
ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.કે.ડામોર સહિત જુદી જુદી ટીમના નોડલ ઓફિસરો સાથે કામગીરીની ચર્ચા કરતા જનરલ ઓબ્ઝર્વર શ્રી યશપાલ ગર્ગએ, ચૂંટણી જેવી સંવેદનશીલ કામગીરીમાં ક્ષતિ સુધારવાની તક મળતી ન હોઇ, ખૂબ જ શાંત ચિત્તે, ચોક્સાઇ સાથે આ કામગીરી પાર પાડવા માટે સજ્જ થવાની સૌને હાકલ કરી હતી.
ખાસ કરીને રીસિવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટરના કર્મચારીઓને જરૂરી તાલીમથી સુસજ્જ કરીને દરેક કામગીરી તેના નિયત સમયે, અને ભૂલ રહિત થાય તેની તકેદારી દાખવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
પોલીસ ઓબ્ઝર્વર શ્રી પ્રવિણ મધુકર પવારે જિલ્લામાં કાર્યરત જુદી જુદી ટુકડીઓ, ચેકપોસ્ટની કામગીરીને વધુ અસરકારક બનાવી સી.સી.ટીવી કેમેરા સહિત વિડિયો રેકોર્ડિંગની કામગીરી બાબતે સજાગ રહેવાની હિમાયત કરી, જરૂરી પૃચ્છા કરી હતી. તેમણે જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની વિગતો મેળવી ઉપયોગી માર્ગદર્શન પણ પુરૂ પાડ્યુ હતું.
ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોરે ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર ક્ષેત્રને લગતી આંકડાકિય વિગતો સહિત, અહીંની સ્થાનિક પરિસ્થિતિથી ચૂંટણી ઓબ્ઝર્વરશ્રીઓને વાકેફ કર્યા હતા. એક્ષ્પેન્ડિચરના નોડલ ઓફિસર શ્રી એચ.કે.વઢવાણિયાએ ચૂંટણી ખર્ચ બાબતે ચાલી રહેલી કામગીરીથી નિરિક્ષકશ્રીઓને અવગત કરાવવા સાથે, જુદી જુદી ટીમની કામગીરીની વિગતો રજુ કરી હતી.
ડાંગ કલેક્ટોરેટ ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠક બાદ ચૂંટણી નિરિક્ષકશ્રીઓએ જિલ્લામાં ચાલી રહેલી ચૂંટણીલક્ષી કામગીરી પૈકી કર્મચારીઓના રેન્ડમાઇઝેશનની સીસ્ટમ સહિત સરકારી કોલેજ ખાતે તૈયાર કરાયેલા સ્ટ્રોîગરૂમની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. આ વેળા કલેક્ટર શ્રી એન.કે.ડામોર સહિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર સહિતના ઉચ્ચાધિકારીઓએ સાથે રહી, ચૂંટણી ઓબ્ઝર્વરશ્રીઓને અહીંની કામગીરીથી વાકેફ કર્યા હતા.
આભાર – નિહારીકા રવિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



