ભુજ એલસીબીએ વધુ એક તડીપારને મુંદરાના વવાર ગામમાંથી પકડી પાડયો

0
51

એસ.ડી.એમ. મુંદરાનાઓના હુકમથી આરોપી વેલા કાના કોલી, ઉ.વ.૩૦, રહે.છસરા તા.મુંદરા વાળાને મુંદરા તાલુકાના વવાર ગામના પાટીયા સામે આવેલ સ્વાગત હોટલ પાસેથી પકડી પાડતી ભુજ એલ.સી.બી., એસ.ડી.એમ. મુંદરાના હુકમ ૧૫/૧૮ તા.૨૭/૦૨/૨૦૧૯ થી કચ્છ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર,બનાસકાંઠા તેમજ રાજકોટ જિલ્લામાંથી ચાર માસ માટે તડીપાર કરેલ હોય જે હુકમની આરોપીને બજવણી કરવામાં આવેલ હતી.

પોલીસ અધિક્ષક સૌરભ તોસંબિયાની સુચના હેઠળ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

તે દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે ઉપરોક્ત આરોપી એસ.ડી.એમ. મુંદરાના ઉપરોક્ત તડીપાર હુકમનો ભંગ કરી કચ્છ જિલ્લામાં પ્રવેશી કરી હાલે મુંદરા તાલુકાના વવાર ગામના પાટીયા સામે આવેલ સ્વાગત હોટલ હાજર હોય તેવી સચોટ અને ભરોસાપાત્ર બાતમી હકીકત આધારે તુરંત જ વર્ક આઉટ કરી બાતમી હકીકત વાળી જગ્યાએ આવી ખરાઇ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમે એસ.ડી.એમ. મુંદરાના હુકમનો ભંગ કર્યા સબબનો જી.પી.એકટ કલમ-૧૪૨ મુજબનો મુંદરા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

આમ, છેલ્લા બે દિવસમાં એલ.સી.બી.પશ્વિમ કચ્છએ એસ.ડી.એમ. મુંદરાનાઓએ તડીપાર કરેલ બે ઇસમો હુકમનો ભંગ કરી પશ્વિમ કચ્છ જીલ્લામાં આવેલ હોય તે બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પકડી પાડેલ છે.

ગૌતમ બુચિયા
પત્રકાર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY