હુકમનો ભંગ કરનાર વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરાશે
આહવા, તા.૨૦
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ને અનુલક્ષીને તા.ર૩/૪/ર૦૧૯નાં રોજ રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ યોજાનારા મતદાન વેળા, જે તે મતદાન મથકો તથા તેની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યા ધરાવતા વિસ્તારમાં સેલ્યુલર/મોબાઇલ ફોન સહિત કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ જેવા વિજાણું યંત્રોના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટર શ્રી ટી.કે.ડામોર દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર ચૂંટણીના સરળ સંચાલન સાથે આદર્શ આચાર સંહિતના પાલન બાબતે ચૂંટણી પંચ દ્વારા અપાયેલી સૂચનાઓને ધ્યાને લેતા ડાંગ જિલ્લામાં પણ મતદાન મથકો તથા તેની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યા ધરાવતા વિસ્તારમાં આવા વિજાણુ યંત્રોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કે અનાદર કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવી આ પ્રતિબંધિત હુકમમાંથી (૧) ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી તથા ચૂંટણી ફરજ ઉપરના તમામ અધિકૃત વ્યક્તિઓ, તથા ચૂંટણી સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ, (ર) જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા ચૂંટણી અધિકારી અધિકૃત કરે તેવી વ્યક્તિઓને મુક્તિ આપવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



