વૈકલ્પિક પુરાવાથી પણ મતદાન કરી શકે
આહવા, તા.૨૦
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯એ અનુલક્ષીને આગામી તા.ર૩/૪/ર૦૧૯નાં રોજ રાજ્ય સમસ્તની જેમ ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિસ્તારમાં પણ યોજાનારી ચૂંટણી દરમિયાન, ડાંગના મતદારો ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા મતદાર ફોટો ઓળખકાર્ડ સહિત અન્ય વૈકલ્પિક ફોટો દસ્તાવેજના આધારે પણ મતદાન કરી શકશે.
કોઇક કારણોસર મતદારો મતદાનના દિવસે મતદાર ફોટો ઓળખકાર્ડ રજુ ન કરી શકે તો તેવા સંજાગોમાં ચૂંટણી પંચે જે તે વ્યક્તિનો પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, સર્વિસ ઓળખકાર્ડ (કેન્દ્ર/રાજ્ય સરકાર, જાહેર સાહસ તથા પબ્લિક લિમિટેડ કંપનીઓ), ફોટા સહિતની બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા જારી કરાયેલી પાસબુક, પેન કાર્ડ, સ્માર્ટ કાર્ડ (શ્રમ મંત્રાલયની યોજના અંતર્ગત આપવામાં આવેલ હોય તેવા), મનરેગા જોબકાર્ડ, સ્વાસ્થ્ય વીમા સ્માર્ટ કાર્ડ (શ્રમ મંત્રાલયની આરોગ્ય વીમા યોજના અંતર્ગત આપવામાં આવેલ હોય તેવા), ફોટા સાથેના પેન્શન દસ્તાવેજ, સરકારી ઓળખકાર્ડ (સંસદ સભ્યો, વિધાન સભ્યો, વિધાન પરિષદના સભ્યો), તથા આધારકાર્ડના આધારે પણ મતદાન કરી શકશે તેમ જણાવ્યું છે.
લોકશાહીને મજબૂત કરવાની દિશામાં દેશનો એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી અંતર્ગત કોઇ પણ મતદાર ફોટા સાથેની વોટર સ્લીપનો ઓળખના પુરાવા તરીકે ઉપયોગ નહીં કરી શકશે. વોટર સ્લીપ ફક્ત મતદારોના માર્ગદર્શન માટે છે. જેની પણ તમામ મતદારોને નોંધ લેવા જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



