આહવામાં આદિજાતિ વિકાસ મંડળની બેઠક મળી
આહવા, તા.૧૧
આદિજાતિ વિસ્તારોના પ્રજાજનોનું જીવન ધોરણ ચુ લાવવા ઉપરાંત, પાયાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે, રાજ્ય સરકારે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાના માધ્યમથી, વિવિધ વિકાસ કાર્યો/યોજનાઓનો વ્યાપ વધાર્યો છે. ત્યારે વિકાસકામોની ગુણવત્તા બાબતે જરા પણ બાંધછોડ ચલાવી નહીં લેવાઇ, તેમ ડાંગના પ્રભારી મંત્રીશ્રીએ આહવા ખાતે જણાવ્યું હતું.
સને ર૦૧૯/ર૦ના અંદાજીત રૂ.૧૩ર૪ લાખના ર૩પ જેટલા વિકાસ કામો/યોજનાઓના આયોજનને મંજુરીની મ્હોર મારતા રાજ્ય આદિજાતિ મંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે, જિલ્લામાં ચાલતા વિકાસ કાર્યોની આકસ્મિક મુલાકાત લઇને, તેની ગુણવત્તા તથા અમલીકરણની ચકાસણી કરાશે તેમ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આહવા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી ડાંગ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડતા મંત્રી શ્રી પાટકરે વિકાસ કામો બેવડાઇ નહીં તેની તકેદારી સાથે, ભવિષ્યમાં વિકાસ કામોનો લાભ જે તે વિસ્તારના પ્રજાજનોને સૂપેરે મળી રહે તે આવશ્યક છે તેમ પણ જણાવ્યું હતું. અમલીકરણ અધિકારીઓને આગામી ચોમાસાને ધ્યાને લઇને યોજનાકિય લાભો તુરત જ સંબંધિત લાભાર્થીઓને પહોîચાડવાની પણ મંત્રીશ્રીએ આ વેળા સૂચના આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


