વિશ્વનું સૌથી મોટું એમ્ફિબિયસ એરક્રાફ્ટ AG૬૦૦નું નિર્માણ કરી સફતાપૂર્વક પરીક્ષણ કર્યું ચીને પાણી-જમીન પર બંન્ને જગ્યાએ ઉડવામાં સક્ષમ વિમાન બનાવ્યું

0
10

બીજિંગ,તા.૨૧
ચીને સ્વદેશ નિર્મિત પાણી અને જમીન પર બંને જગ્યાએ ઉડવામાં સક્ષમ વિમાન બનાવ્યું ને દુનિયા જાતી રહી ગઇ. ચીને પાણી અને જમીન પર ઉતરી શકે એવું વિશ્વનું સૌથી મોટું એમ્ફિબિયસ એરક્રાફ્ટ AG૬૦૦નું નિર્માણ કરી સફતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
એવિએશન ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ઓફ ચીને આ એરક્રાફ્ટને વિકસાવ્યું છે. આ એરક્રાફ્ટની ખાસિયત એ છે કે આ એરક્રાફ્ટનું એન્જિન સંપૂર્ણ રીતે સ્વદેશી છે. સતત ૧૨ કલાક સુધી આ એરક્રાફ્ટ ઉડાન ભરી શકે છે. સમુદ્રમાં બચાવકામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ચીની સરકારી કંપની એવિશએન ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ઓફ ચાઈના દ્વારા બનાવામાં આવેલા આ વિમાને હુબેઇ પ્રાંતના જિંગમેનમાં ઉડાન ભરી અને ત્યારબાદ દરિયામાં ઉતરણ કર્યું હતું.
ચાઇના ડેલીએ કહ્યું કે જળસ્થલીય વિમાને સ્થાનિક સમયાનુસાર સવારે ૮ઃ૫૧ વાગ્યે ઝાંઘે જળાશયથી ઉડાન ભરી અને અંદાજે ૧૫ મિનિટ હવામાં રહ્યું. આ મહિનાની શરૂઆતમાં તેને ૧૪૫ કિલોમીટરની ગતિની સાથે પાણીમાં ચલાવાનું પહેલું પરીક્ષણ પૂરું કર્યું હતું. સરકારી એજન્સી શિન્હુઆના મતે તેનો ઉપયોગ મુખ્યત્વે સમુદ્રી બચાવ, વનમાં આગ લાગવાની સ્થિતિમાં બચાવ કાર્ય અને સમુદ્રમાં નજર રાખવા માટે કરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY