શિખર ધવન મુંબઈ ઈન્ડિયન્સ સાથે જાડાશે…!!

0
17

હૈદરાબાદ,તા.૨૧
ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન પોતાની આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદથી ખુશ નથી. તે અન્ય ટીમ તરફતી આગામી આઈપીએલમાં રમી શકતો જાવા મળી શકે છે. રિપોટ્‌ર્સ પ્રમાણે ધવન પોતાની ઓછી ફી થી ખુશ નથી. જેથી સનરાઇઝ્સ મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેના ટ્રાન્સફર વિશે વાતચીત કરી રહી છે. જા બધુ યોગ્ય રહ્યુંતો ધવન જલ્દી જ રોહિત શર્મા સાથે આઈપીએલમાં રમતો જાવા મળશે. આ પહેલા ધવન ૨૦૦૯,૨૦૧૦માં મુંબઈ તરફથી રમી ચુકવ્યો છે.
રિપોટ્‌ર્સ પ્રમાણે ધવન પોતાની વર્તમાન ટીમ સાથે ખુશ નથી. તેણે ટીમ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જાકે તેનો ફ્રેન્ચાઇઝી સાથે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ છે ણ મિડ ટ્રાન્સફર વિન્ડો પ્રમાણે ધવન બીજી ટીમનો હાથ પકડી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ધવનની હૈદરાબાદના કોચ ટોમ મુડી સાથે રકઝક થઈ હતી. તેણે કહ્યું હતું કે તેને ટીમમાં નંબર-૧ કે નંબર-૨ ખેલાડી તરીકે રિટેન કરવામાં આવે, કારણ કે તે ટીમ ઈન્ડિયાના ટોપ-૪ ખેલાડીઓમાંથી એક છે.
ધવનને હૈદાબાદની ટીમે ઇ્‌સ્ પ્રમાણે ૫.૨ કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. તે હૈદરાબાદ તરફથી ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી ન હતો. ડેવિડ વોર્નરને હૈદરાબાદે ૧૨ કરોડ અને ભુવનેશ્વરને ૮.૫ કરોડ રુપિયામાં રિટેન કર્યા હતા.
સનરાઇઝર્સ હૈદરાબાદના એક અધિકારીએ કહ્યું હતું કે જા અમને કેટલાક સારા ખેલાડી મળશે તો અમે તેને લેવા તૈયાર છીએ. ફ્રેન્ચાઇઝની કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ સાથે પણ વાત ચાલી રહી છે. આઈપીએલ ટ્રેડિંગ વિન્ડો હજુ એક સપ્તાહ સુધી ખુલ્લી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY