અમૃતસર,તા.૨૧
અમૃતસરના જાડા ફાટક પર થયેલી રેલવે દુર્ઘટનાને લઈને લોકોનો આક્રોશ શાંત થયો નથી. એક તરફ દુર્ઘટનાને લઈને વહીવટી તંત્ર અને રેલવે દ્વારા પોતાની ભૂલ થઈ હોવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સ્થાનિક લોકો ધરણા પર બેઠા છે. આમા મૃતકો અને ઘાયલોના પરિવારજનો પણ સામેલ થયા છે. જે ફાટક પાસે ૬૧ લોકોના ટ્રેને જીવ લીધા હતા. ત્યાં જ લોકો ધરણા પર બેઠા હતા. આ લોકો પંજાબ સરકાર વિરુદ્ધ દેખાવો અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેમની માગણી છે કે સરકાર ટ્રેનના ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરે. દેખાવકારો દ્વારા પંજાબ સરકારમાં પ્રધાન નવજાતસિંહ સિદ્ધૂના પત્ની નવજાત કૌર સામે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. નવજાત કૌર દશેરાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થયા હતા.
પોલીસ દ્વારા ટ્રેક પર ધરણા પર બેઠેલા લોકોને હટાવવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં કેટલાક સુરક્ષાકર્મીઓને ઈજા થઈ છે. પોલીસનું કહેવું છે કે દેખાવકારો ટ્રેક પર બેઠા હતા અને ત્યાંથી હટવા માંગતા ન હતા. પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે તેમને આશા છે કે રવિવારે રાત્રે સ્થિતિ સામાન્ય થઈ જશે. કારણ કે શનિવારની સરખામણીએ રવિવારે દેખાવકારોની સંખ્યા ઓછી થઈ ગઈ છે.
અધિકારીએ કહ્યુ છે કે દેખાવકારોને કાબુમાં લેવા માટે સુરક્ષાકર્મીઓ, કમાન્ડો અને રેપિડ એક્શન ફોર્સની તેનાતી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે જાડા ફાટક પાસે બનેલી દુર્ઘટનામાં માર્યા ગયેલા ૬૧માંથી ૪૦ની ઓળખ થઈ ચુકી છે. જેમાના ૩૬ લોકોના અંતિમ સંસ્કાર અહીં આવેલા શીતળામાતાના મંદિરની નજીકના મેદાનમાં મૃતકોના પરિવારજનોની હાજરીમાં કરવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





