સિએટલ,તા.૧૧
કાર, મોટર બાઇક અને સાઇકલ ચોરી થવાની ધટનાતો સામાન્ય રીતે સામે આવે છે, પરંતુ વીમાન ચોરી થવાની ઘટનાં આજ સુધી ભાગ્યે જ કોઇએ સાંભળી હશે. શુક્રવારની રાત્રે સિએટલનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક વીમાન ગાયબ થઇ જતા ચારે બાજુ ચકચાર મચી ગઇ હતી. હોરાઇઝન એર ક્યુ ૪૦૦ વિમાનને એક શખ્સ ઉડાવી લઇ ગયો હતો, જાકે તરત જ એટીસીએ જાણ કરતા પાછળ ફાઇટર વિમાનને મોકલવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય બાદ વિમાન ક્રેશ થઇ ગયું હતું.
હોરાઇઝન એરક્રાફ્ટ નજીકમાં આવેલા કેટ્રોન આઇલેન્ડ પર ક્રેશ થઇ ગયું હતું. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે વીમાન ચોરી કરનાર શખ્સ એરલાઇનમાં મિકેનિક તરીકે કામ કરતો હતો. અલાસ્કા એરલાઇન્સે ટ્વીટ કરીને જણાવ્યું કે વીમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે.
અધિકારીઓએ જણાવ્યું કે, સી-ટેક એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ આ વીમાન ડાયવર્ટ થઇને કેટ્રોન આઇલેન્ડ પર ક્રેશ થઇ ગયું હતું. હોરાઇઝન એર ક્યું ૪૦૦ વિમાનમાં સદ્દભાગ્યે કોઇ પણ યાત્રી સવાર નહતા. જેને કારણે કોઇ જાનહાની થઇ નથી. આ વિમાન ૭૬ સીટોં વાળું ટર્બોપ્રોપ એરક્રાફટ હતું.
જાકે પોલીસે જણાવ્યું હતું કે, આ કોઇ આતંકવાદી કૃત્ય નહતું અને માત્ર આત્મહત્યાનાં પ્રયાસ કરવા માટે વિમાનની ચોરી કરવામાં આવી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




