શ્રીનગર,તા.૧૧
વિશ્વ પ્રસિદ્ધ કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળેલા ૩૯ યાત્રિકોનો ૧૪મો જથ્થો રવાના થયો છે. હદ્વાનીથી અલ્મોડા માટે યાત્રિકોને રવાના કરવામાં આવ્યા છે. દ્ભ.સ્.ફ.દ્ગ.ના અધિકારીઓએ જણાવ્યુ કે, વાતાવરણ સારૂ રહ્યું તો યાત્રા માટે નીકળેલા અન્ય ચાર ગ્રૂપને પણ દર્શન માટે રવાના કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ચારથી પાંચ દિવસથી ખરાબ વાતાવરણના પગલે યાત્રા અટવાઈ હતી. તો કુમાઉં મંડલ વિકાસ નિગમને દરેક યાત્રિકો માટે ૩૫ હજારની સહાય વિદેશ મંત્રાલય દરફથી આપવામાં આવે છે.
ત્યારે ખરાબ વાતાવરણના પગલે યાત્રિકોની વ્યવસ્થા પાછળ કરવામાં આવેલો ખર્ચ પણ ભારે પડી રહ્યો છે. જેના પગલે અત્યારસુધીમાં ૨૨ લાખ રૂપિયા જેટલો વધારાનો ખર્ચ ભોગવવાનો વારો આવ્યો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




