ન્યૂઝીલેન્ડમાં હોસ્ટેલ માલિકે શેમ્પૂની બોટલમાં કેમેરો છૂપાવી મહિલાઓના વીડિયો બનાવ્યા

0
18

વેલિંગ્ટન,તા.૧૧
ન્યૂઝીલેન્ડમાં એક હોસ્ટેલ માલિક પર બાથરૂમમાં રાખેલી શેમ્પૂની બોટલમાં કેમેરો છૂપાવીને મહિલાઓનો વીડિયો બનાવવાનો આરોપ છે. પોલીસે તેની પાસેથી ૩૪ મહિલાઓની ૨૧૯ ક્લિપિંગ જપ્ત કરી છે. જણાવવામાં આવે છે કે આરોપી વીડિયો પોર્ન વેબસાઈટ પર અપલોડ કરતો હતો. ગુનો સાબિત થશે તો આરોપીને ૧૪ વર્ષની જેલની સજા થઈ શકે છે.
પોલીસના જણાવ્યા મુજબ કોઈ નવી મહિલા હોસ્ટેલમાં રહેવા આવતી તો આરોપી તેના બાથરૂમમાં શાવરની પાસે પહેલાં જ શેમ્પૂની બોટલ રાખી દેતો હતો. મહિલા ગયા પછી આરોપી કેમેરામાંથી ફુટેજને હાર્ડ ડ્રાઈવમાં લઈ લેતો હતો. વીડિયોને ઓનલાઈન પોસ્ટ કર્યા પછી તે યુઝર્સને કોમેન્ટ કરવાનું કહેતો હતો.
મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ૩૪ મહિલાઓની તસવીર વિશ્વભરમાં ફેલાવવામાં આવી છે. ત્યારે આવાં આરોપીની ઓળખ છુપાવવી જરૂરી છે. આરોપીના વકીલે પણ દલીલ કરી કે ઓળખ જાહેર કરવાથી આરોપીની પત્નીને પરિણામ ભોગવવા પડી શકે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY