કોચ્ચી,તા.૨૯
કેરળમાં ભારે વરસાદને કારણે ભયાનક પૂરની આફત ત્રાટકવાને કારણે છેલ્લા અનેક દિવસોથી બંધ રાખવામાં આવેલું કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ આજથી ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ધ કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આજે બપોરે બે વાગ્યે પહેલી ફ્લાઈટે અહીં લેન્ડિંગ કર્યું હતું. ઝ્રૈંછન્ના સત્તાવાળાઓનું કહેવું છે કે એકાદ-બે દિવસમાં જ એરપોર્ટ અગાઉની જેમ રાબેતા મુજબ કામગીરી કરતું થઈ જશે.
એરપોર્ટ પર વિમાની સેવા ફરી શરૂ કરવા માટે ૧૦૦૦ જેટલા લોકો કામકાજમાં જાડાયા હતા. સૌ સાફસફાઈ તથા સિસ્ટમ્સ રીપેરિંગના કામકાજમાં વ્યસ્ત હતા. પૂરનું પાણી એરપોર્ટ કોમ્પલેક્સમાં ઘૂસી ગયા બાદ બધી સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. જણાવ્યા મુજબ, પૂરને કારણે એરપોર્ટને રૂ. ૩૦૦ કરોડની આર્થિક ખોટ ગઈ છે.
આ એરપોર્ટ પર પૂરનાં પાણી ફરી વળ્યાં બાદ એને ગઈ ૧૪ ઓગસ્ટથી બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આજે બપોરે ૨ વાગ્યાથી આ એરપોર્ટ પર વિમાની કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે.
કેરળ રાજ્યમાં આ વખતે આવેલું પૂર આ સદીનું સૌથી વિનાસકારી હતું જેણે ૩૦૦થી વધુ લોકોનાં જાન લીધાં છે અને લગભગ રૂ. ૧૯,૫૧૨ કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



