રામમંદિર નિર્માણ મામલે દાવો પાછો લેવા વૈશ્વિક મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા દબાણ

0
36

ન્યુ દિલ્હી,તા.૨૯
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ કહ્યું છે કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે બોર્ડનો દાવો પાછો લેવા માટે આંતરાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા દબાણ ઉભું કરાઈ રહ્યું છે. તેમને ક્્યારેય ધમકાવાઈ ર્યા છે. તો ક્્યારેક તેમને ફતવા દ્વારા ડરાવીને પારોઠના પગલા ભરવા માટે કહેવાઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે શિયા સમુદાયના સર્વોચ્ચ ધર્મગુરુ ઈરાકના અયાતુલ્લાહ અલ સૈયદ અલી અલ હુસૈની અલ શીસ્તાનીએ તાજેતરમાં ફતવો આપ્યો હતો. આ ફતવામાં શિયા સેન્ટ્રલ બોર્ડના અધ્યક્ષ વક્ફની મિલ્કત રામમંદિર અથવા અન્ય કોઈપણ પ્રકારના ધાર્મિક સ્થાનના નિર્માણ માટે આપી શકાય નહીં તેવું જણાવવામાં આવ્યું હતું.
રિઝવીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ગુંડાઓ દ્વારા હત્યાની ધમકી આપવામાં આવી હતી. તો પાકિસ્તાનની જમાત-એ-ઈસ્લામી દ્વારા ધમકી ભરેલા ઈમેલામાં તેમના મોત પર પાકિસ્તાનમાં જશ્ન મનાવવાની વાત કહેવામાં આવી હતી. હવે ઈરાકથી શિયા ધાર્મિક નેતા શિસ્તાનીનો ફતવો આવ્યો છે. વસીમ રિઝવીએ કહ્યું છે કે શિયા વક્ફ બોર્ડ અયોધ્યામાં રામમંદિર નિર્માણનું સમર્થન કરે છે અને બોર્ડ ભારતીય બંધારણ હેઠળ બનેલા કાયદા પ્રમાણે ચાલે છે.
શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડ આતંકીઓના ડર અને ફતવાઓ પ્રમાણે નહીં ચાલે. રિઝવીએ કહ્યું છે કે અયાતુલ્લાહ શિસ્તાની સાહેબનો ફતવો તેમને ગેરમાર્ગે દોરીને મંગાવવામાં આવ્યો છે. જેથી શિયા વક્ફ બોર્ડ પર દબાણ કરી શકાય. તેઓ આના માનતા નથી. રિઝવીએ કહ્યું છેકે રામમંદિર, રામજન્મભૂમિ અયોધ્યામાં બનાવવું હિંદુ સમાજની આસ્થાઓ મુજબનો અધિકાર છે. શિયા વક્ફ બોર્ડ પોતાની જવાબદારી દેશહિતમાં નિભાવી રહ્યું છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY