એશની ફન્ને ખાન ફિલ્મની રજૂઆત ફરીથી ટળી ગઇ

0
92

મુંબઇ,
બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ફન્ને ખાનની રજૂઆત ફરી એકવાર ટાળી દેવામાં આવી છે. હવે આ ફિલ્મને ત્રીજી ઓગષ્ટના દિવસે રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત રાજકુમાર રાવ અને અનિલ કપુર પણ કામ કરી રહ્યા છે. હાલમાં જ ફિલ્મની રજૂઆતને ટાળી દેવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ એશના ચાહકોમાં નિરાશાનુ મોજુ ફરી વળ્યુ છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પહેલા આ ફિલ્મને ૧૫મી જુનના દિવસે રજૂ કરવાની યોજના હતી. જા કે હવે આ ફિલ્મની રજૂઆતને ઓગષ્ટ સુધી ટાળી દેવામાં આવી છે. પહેલા ફિલ્મની રજૂઆતને ૧૫મી જુનના બદલે વધારી દઇને ૧૩મી જુલાઇના દિવસે ફિલ્મ રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે ફિલ્મની રજૂઆતની તારીખને ફરી એકવાર વધારી દેવામાં આવી છે. હવે આ ફિલ્મ ત્રીજી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જા એશની ફન્ને ખાન ૧૫મી જુનના દિવસે રજૂ કરવામાં આવી હોત તો તે સલમાન ખાનની રેસ-૩ સાથે ટકરાઇ ગઇ હોત. જેથી તેને ટાળી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મ ત્રીજી ઓગષ્ટના દિવસે ઇરફાન ખાનની ફિલ્મ કારવા સાથે ટકરાશે. ઇરફાન ખાન કારંવા ફિલ્મમાં દમદાર રોલમાં નજરે પડનાર છે. ફન્ને ખાન ફિલ્મમાં એશ એક ગાયિકા તરીકેના રોલમાં નજરે પડનાર છે. આશરે ૧૫ વર્ષના લાંબા ગાળા બાદ એશ અને અનિલ કપુર એક સાથે કામ કરી રહ્યા છે. આ પહેલા બન્નેની જાડી હમારા દિલ આપ કે પાસ હે ફિલ્મમાં સાથે નજરે પડી હતી. બંને કલાકારો તે પહેલા સુભાષ ઘાઇની તાલ ફિલ્મમાં પણ નજરે પડી હતી. એશ બોલિવુડમાં હજુ સારી ફિલ્મો કરી રહી છે. અભિષેક સાથે લગ્ન કર્યા બાદ થોડાક સમય માટે તે ફિલ્મોમાંથી દુર થઇ ગઇ હતી. હવે ફરી એન્ટ્રી કરી ચુકી છે. બીજી ઇનિગ્સમાં કેટલીક સારી ફિલ્મો કરી ચકી છે.

S.S.S

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY