ભરૂચ:
ઝઘડીયા તાલુકાનાં રાંદેરી અને નવાગામ ખાતે કોહલર ઇન્ડિયા કોર્પ.પ્રા.લી અને ઝઘડીયા ઉદ્યોગ મંડળનાં સહયોગ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલયો બનાવવાની શરૂઆત ૧૫ ઓક્ટોબર ૨૦૧૭નાં રોજ શરુ કરવામાં આવી જે કામગીરી ૨૫મી જાન્યુઆરી ૨૦૧૮નાં રોજ પૂર્ણ થઇ હતી, અને આ પ્રોજેક્ટ પૂરો થતા જ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેંમા ગ્રામજનોની સુવિધા માટે તૈયાર કરવામાં આવેલા ૨૦૦ જેટલાશૌચાલયો તેમને સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગ દરમિયાન સિનિયર VP હુમન રિસોર્સ અને સ્ટેવાર્ડશીપ કોહલરનાં લૌરા કોહલર, ઝઘડીયાનાં તાલુકા વિકાસ અધિકારી એન.એમ.પટેલ અને તાલોદરા ગામનાં સરપંચ વિઠલભાઈ વસાવા સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.|
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"