મુંબઈ,તા.૨૫
મોખરાનો અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણ જાણ્યે અજાણ્યે બાયો-ફિલ્મોનો બેતાજ બાદશાહ બની રહ્યો હોય એવી છાપ પડયા વિના રહેતું નથી. શહીદ ભગત સિંઘથી શરૃ કરીએ તો ત્યારબાદ એણે ઉત્તર ભારતમાં એક સાંસદને ત્યાં દરોડા પાડીને તહલકો મચાવી દેનારા નિર્ભય ઇન્કમટેક્સ અધિકારીના જીવન પર આધારિત ફિલ્મ રેડ કરી હતી.
હાલ એ છત્રપતિ શિવાજી મહારાજના એક સૌથી વફાદાર અને બહાદૂર યોદ્ધા તાનાજી માલુસરેની બાયો-ફિલ્મ કરી રહ્યો છે. સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ એણે કરેલી સિંઘમની પહેલી કડી પણ એક ઇમાનદાર પોલીસ અધિકારીની સત્યઘટના પર આધારિત હતી.ઔઆટલું ઓછું હોય એમ એ નીરજ પાંડેની આગામી ફિલ્મમાં પ્રાચીન કાળના સૌથી મુત્સદ્દી ગણાતા રાજનીતિજ્ઞા ચાણકીયનો રોલ પણ કરવાનો છે. ભારતીય ફૂટબાલ ટીમના કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયો-ફિલ્મ પણ અજયને આૅફર થઇ છે. આમ જાણ્યે અજાણ્યે એ બાયો-ફિલ્મનો બેતાજ બાદશાહ બની રહ્યો જણાય છે.
ટ્રેડ પંડિતો કહે છે કે હાલ બાયો-ફિલ્મોનો વાયરો હોય એવું લાગે છે. મોખરાના અભિનેતા અક્ષય કુમાર ઉપરાંત આમિર ખાન, સોનમ કપૂર, સુશાંત સિંઘ રાજપૂત, અરે ઇવન શાહરુખ ખાન પણ અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો-ફિલ્મ કરવાનો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






