દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને રાજીનામું આપ્યુ હોવાની વાતને કોંગ્રેસે નકારી

0
38

ન્યુ દિલ્હી,તા.૧૮
દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદથી અજય માકને રાજીનામું આપી દીધું છે. તેમણે તેમના સ્વાસ્થયના કારણે રાજીનામું આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજીનામું આપ્યા પછી અજય માકન વિદેશ રવાના થઈ ગયા છે. જાકે કોંગ્રેસ માકને રાજીનામું આપ્યું હોવાની વાતને નકારી દીધી છે.
અજય માકને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને તેમની તબિયત ઠીક ન હોવાનું કારણ જણાવ્યું છે. તેઓ તેમની સારવાર વિદેશમાં કરાવી રહ્યા છે. તેથી તેમને હાલ પદ મુક્ત કરવાની ભલામણ કરી છે.
માકનના રાજીનામા વિશે કોંગ્રેસે ખુલાસો કરતા કહ્યું છે કે, અજય માકનની તબિયત ખરાબ છે. તેમનો ઈલાજ વિદેશમાં ચાલી રહ્યો છે. તાજેતરમા જ વિદેશ ગયા પહલેં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના દિલ્હી પ્રબારી પીસી ચાકો સાથે મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે દિલ્હીના પૂર્વ મુખ્યમત્રી શીલા દીક્ષિતની પણ તબિયત ઠીક નથી. લોકસભા ચૂંટણી પહેલાં માકન અને શીલા બીમાર હોવાથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવે છે.
માકને તેમના રાજીનામામાં લખ્યું છે કે, તેમનું સ્વાસ્થય સારું ન હોવાથી તેઓ દિલ્હીના લોકો માટે સંપૂર્ણ રીતે લડાઈ નહીં લડી શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY