આઈસીએસઈની શાળાઓમાં ધો.૯,૧૧ની પરીક્ષા હવે બોર્ડ લેશે

0
31

અમદાવાદ,તા.૨
કાઉન્સીલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (આઇસીએસઇ) પણ હવે હાલમાં ચાલી રહેલા આ શૈક્ષણિક વર્ષમાં સ્કૂલની પરીક્ષા પેટર્નમાં ફેરફાર કરી રહી છે. અત્યાર સુધી ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનાં પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવતાં હતાં, પરંતુ હવે ધોરણ-૯ અને ધોરણ-૧૧ની પરીક્ષા પણ હવે આઇસીએસઇ લેશે.
જેમાં પરીક્ષાનાં પેપર બોર્ડ પોતાના સ્તરે જ તૈયાર કરાવશે. પરીક્ષા બે સત્રમાં લેવાશે. ધોરણ-૯ની પરીક્ષા ૧ર નવેમ્બરથી ર૮ નવેમ્બર સુધી અને ધોરણ-૧૧ની પરીક્ષા ૧ર નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી લેવાશે. ગુજરાતમાં ધોરણ-૯ની વાર્ષિક પરીક્ષા ૧૧ ફેબ્રુઆરી અને ધોરણ-૧૧ની વાર્ષિક પરીક્ષા ૧ ફેબ્રુઆરી, ર૦૧૯થી શરૂ કરવામાં આવશે.
અત્યાર સુધી આઇસીએસઇની પરીક્ષાઓ શાળા કક્ષાએ લેવાતી હતી અને તેનાં પ્રશ્નપત્ર પણ શાળા કક્ષાએ તૈયાર કરવામાં આવતાં હતાં. આઇસીએસઇ દ્વારા ધોરણ-૯ અને ૧૧નાં પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષાના સમયે બોર્ડ દ્વારા જ તૈયાર કરાયા બાદ ઇ-મેઇલ દ્વારા શાળાઓને મોકલી આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની જે.જી. ઇન્ટરનેશનલ, ઝાયડસ સ્કૂલ, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, તુલિપ, આનંદનિકેતન, કેલોરેક્સ, એસજીવીપી, સેવન્થ ડે, ડિવાઇન ઇન્ટરનેશનલ, અમદાવાદ ઇન્ટરનેશનલ, મધર ટેરેસા વર્લ્ડ સ્કૂલ વગેરે સહિત કુલ ૧પથી વધારે શાળાઓમાં આઇસીએસઇ બોર્ડ સાથે જાડાયેલી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY