છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગી વિધાનસભા ચૂંટણી નહિ લડે

0
66

રાયપુર,તા.૧૯
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને જનતા કોંગ્રેસ છત્તીસગઢના સુપ્રીમો અજિત જાગી છત્તીસગઢ વિધાનસભાની કોઈ પણ સીટ પરથી ચૂંટણી નહિ લડે. અજિત જાગીના પુત્ર અમિત જાગીએ શુક્રવારે આનું એલાન કર્યું હતું. અમિત જાગીએ જણાવ્યું કે, બસપા અને સીપીઆઈના ગઠબંધન બાદ બધાના સુઝાવ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, અજિત જાગીએ મુખ્યમંત્રી ડો. રમણસિંહ વિરુદ્ધ રાજનાંદગામ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવાનું એલાન કર્યું હતું. અમિત જાગીએ જણાવ્યું કે, બસપા સુપ્રીમો માયાવતી તેમજ અન્ય સહયોગીઓએ સુઝાવ આપ્યો કે પાર્ટી સુપ્રીમો અજીત જાગીને ફક્ત એક સીટ પર સીમિત રાખવા નથી. એમના પર બધી ૯૦ વિધાનસભા સીટોની જવાબદારી છે. એટલે પાર્ટીએ એમને ચૂંટણી નહિ લડાવવાનો નિર્ણય કર્યો છે.
શુક્રવારે બસપાના બે પ્રદેશ પ્રભારી લાલજી વર્મા અને એમએલ ભારતી અજિત જાગીને મળવા પહોંચ્યા હતા. બંનેએ અજિત જાગી અને અમિત જાગી સાથે બેઠક કરી હતી. ત્યારબાદ અમિત જાગીએ અજિત જાગી ચૂંટણી નહિ લડે એવું એલાન કર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY