એક સપ્તાહમાં મોબાઈલ પર ૨૮ વખત ઓટીપી બતાવ્યા,સાત લાખ ગુમાવ્યા!!

0
9

મુંબઈ,તા.૫
૪૦ વર્ષની મહિલાએ એક જ અઠવાડિયામાં મોબાઇલ પર ૨૮ વખત પોતાના ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) કોઇને બતાવ્યા અને બાદમાં એ મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. સાત લાખની ઉચાપત કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ નવી મુંબઈના નેરુલમાં રહેતી તસનીમ મોડકે આ પ્રકરણે નેરુલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તસનીમને ૧૭ મેના રોજ અજાણ્યા શખસે ફોન કર્યો હતો અને પોતાની ઓળખ બેન્કના કર્મચારી તરીકે આપી હતી. કોઇ કારણસર તમારું ડેબિટ કાર્ડ બ્લોક થઇ ગયું હોઇ તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે, જે બતાવી દેશો તો તમારું કાર્ડ બ્લોક નહીં થાય, એવું એ શખસે તસનીમને કહ્યુ હતું.
તસનીમે એ શખસને ડેબિટ કાર્ડ પરના નંબર, સીવીવી નંબર સહિત તમામ માહિતી એ શખસને આપી હતી. ત્યાર બાદ તેને ૨૮ વખત ફોન આવ્યા હતા અને તેણે દરેક વખતે એ શખસને ઓટીપી બતાવ્યા હતા. ત્યાર બાદ તેના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. સાત લાખની ઉચાપત કરવામાં આવી હતી. આ ટ્રાન્ઝેકશન મુંબઈ, નોઇડા, ગુરુગ્રામ, કોલકાતા અને બેંગલુરુથી થયા હતા. તસનીને છેતરવા માટે ત્રણ સિમકાર્ડનો ઉપયોગ કરાયો હતો.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY