કારની અડફેટે બાઈક ચાલકનું મોત, પરિવારજનોમાં શોકની લાગણી

0
129

રાજકોટ,
તા.૧૧/૪/૨૦૧૮

શહેરમાં જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ હોય તેમ મોડી રાત્રે જામનગર રોડ પર ઘંટેશ્વર પાર્કના ગેટ સામે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં હુન્ડાઇ વરના કારના ચાલકે બાઇકને ઠોકરે ચડાવ્યું હતું. આ અકસ્માતમાં બાઇકચાલક અને ત્રણ દીકરીના પિતા વીરજીભાઇ મુળજીભાઇ સાગઠીયાનું કમકમાટીભર્યું મોત થતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. અકસ્માત સર્જી કારનો ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

શહેરના કુવાડવા રોડ પર રહેતા ૪૨ વર્ષીય વીરજીભાઇ મુળજીભાઇ સાગઠીયા ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા હતા. તેઓ પોતાના બાઇક નં. J-3/NN/5391 પર જામનગર રોડ પર જઇ રહ્યા હતા. જ્યાં ઘંટેશ્વર પાર્કના ગેઇટ પાસે કાર નં. J-3/ER/7937 ના ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં વીરજીભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તેમના મોબાઇલ ફોનમાંથી કોઇએ તેના ભાણેજને જાણ કરતાં પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. કારનો ચાલક કાર રેઢી મુકીને ભાગી છૂટ્યો હતો.

ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસનો કાફલો દોડી ગયો હતો અને મૃતકના ભાઇ રમેશભાઇ મુળજીભાઇ સાગઠીયાની ફરિયાદ પરથી નાસી છૂટેલા કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. આ ત્રણેયે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY