મુંબઈ,તા.૩૦
મોખરાના એક્શન અને કોમેડી કલાકાર અક્ષય કુમારે કહ્યું હતું કે બોલિવૂડની તુલનાએ સાઉથના કલાકારો સમયપાલનમાં માનનારા અને વધુ શિસ્તબદ્ધ છે.
‘બોલિવૂડની તુલનાએ સાઉથના કલાકારો વધુ પ્રોફેશનલ, વધુ પંક્ચ્યુઅલ અને વધુ શિસ્તબદ્ધ છે એવું મારા અનુભવ પરથી મને લાગ્યું હતું એમ અક્ષય કુમારે પોતાની રજૂ થઇ રહેલી ફિલ્મ ૨.૦ની પૂર્વસંધ્યાએ મિડિયા સાથે વાત કરતાં કહ્યું હતું.
આ ફિલ્મ એસ શંકરની ૨૦૧૦માં રજૂ થયેલી અને હિટ નીવડેલી એન્થીરન (તમિળ ભાષામાં રોબોટ)ની સિક્વલ છે. એમાં સાઉથના મેગાસ્ટાર રજનીકાંત સાથે કામ કરવાની તક મળે એટલા ખાતર અક્ષય કુમારે નેગેટિવ રોલ ડાક્ટર રિચર્ડ સ્વીકારી લીધો હતો.
અક્ષયે કહ્યું કે મુંબઇમાં તમે એમ કહો કે સવારે સાડા સાત વાગ્યે શૂટિંગ શરૃ થશે તો એને અર્થ એવો કરવામાં આવે છે કે સાડા નવની આસપાસ શૂટિંગ શરૃ થશે. સાઉથમાં સાડા સાત એટલે સાતને પચીસે હીરો હીરોઇન સહિત આખું યુનિટ સેટ પર હાજર હોય. મને આ ફિલ્મ કરતી વખતે ઘણું શીખવા મળ્યું. લેટેસ્ટ ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ સાઉથ આપણા કરતાં ઘણું આગળ છે એમ એણે ઉમેર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




