પેટ્રોલમાં ૩૭ અને ડિઝલમાં ૪૧ પૈસાનો ઘટાડો

0
11

ન્યુ દિલ્હી,તા.૩૦
ઈન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલ અને ડીજલની કિંમત ઘટતાં ઘરેલુ બજારમાં તેની અસર જાવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રાહત મળવાનો સિલસિલો યથાવત છે. શુક્રવારે દિલ્હીમાં ડીઝલની કિંમતમાં ૪૧ પૈસાનો ઘટાડો થતા પેટ્રોલમાં ૩૭ પૈસાનો કાપ આપ્યો છે. પેટ્રોલની કિંમત ૭૨.૮૭ રૂપિયા પ્રતી લીટર થઈ છે અને ડીઝલની કિંમત ૬૭.૭૨ના સ્તર પર પહોંચ્યો છે.
અમદાવાદમાં પેટ્રોલની કિંમત ૭૦.૩૧ રૂપિયા પ્રતી લીટર થઈ છે અને ડીઝલની કિંમત ૭૦.૮૮ રૂપિયા છે. આણંદમાં પેટ્રોલની કિંમત ૭૦.૪૫ રૂપિયા પ્રતી લીટર થઈ છે અને ડીઝલની કિંમત ૭૧.૦૨ રૂપિયા છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૨.૮૭ રૂપિયા, ડીઝલની કિંમત ૬૭.૭૨ રૂપિયા છે. કોલકત્તામાં પેટ્રોલની કિંમત ૭૪.૮૮ રૂપિયા, ડીઝલની કિંમત ૬૯.૫૭ રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૭૮.૪૩ રૂપિયા, ડીઝલની કિંમત ૭૦.૮૯ રૂપિયા છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત ૭૫.૬૨ રૂપિયા, ડીઝલની કિંમત ૭૧.૫૨ રૂપિયા છે. હેદરાબાદમાં પેટ્રોલની કિંમત ૭૭.૨૫ રૂપિયા, ડીઝલની કિંમત ૭૩.૬૮ રૂપિયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY