અક્ષય કુમાર અને પરિણિતી ચોપડા સાથે દેખાશે : રિપોર્ટ

0
127

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,તા. ૩૦
અક્ષય કુમાર અને પરિણિતી ચોપડાની જોડી ફિલ્માં પ્રથમ વખત જાવા મળનાર છે. ઐતિહાસિક વિષય પર આધારિત ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. ફિલ્મનુ નામ હજુ જાહેર કરવામાં આવ્યુ નથી. જો કે ફિલ્મમાં અક્ષય અને પરિણિતી ચોપડા રહેશે. પ્રાપ્ત અહેવાલ મુજબ વર્ષ ૧૮૫૭માં થયેલી સારાગઢીની લડાઇ પર ફિલ્મ બનાવવા માટે તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે પરિણિતી ચોપડાને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ મોટા પ્રોજેક્ટ માટે પરિણિતી ચોપડાને અભિનેત્રી તરીકે લેવાનો નિર્ણય કરવામાં આવતા આ સંબંધમાં ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. પરિણિતી ચોપડા ફિલ્મમાં અક્ષય કુમારની પત્નિ તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે. અક્ષય કુમાર અને પરિણિતી ચોપડા પ્રથમ વખત એક સાથે નજરે પડી રહ્યા છે. એમ કહેવામાં આવે છે કે પરિણિતીને ફિલ્મની પટકથા ખુબ પસંદ પડી છે. સાથે સાથે તે પ્રોજેક્ટ માટે તૈયાર થઇ ગઇ છે. જો કે હજુ સુધી ફિલ્મને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સારાગઢી અને ગુલિસ્તાનના મોટા સેટ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના વઇમાં સ્થાપિત કરવામાં આવનાર છે. આ વિષય પર લાંબા સમયથી ફિલ્મ બનાવવાની યોજના કેટલાક નિર્માતા નિર્દેશક ધરાવતા હતા. કરણ જોહર ઉપરાંત અજય દેવગન પણ આના પર ફિલ્મ બનાવવા માટે ઇચ્છુક છે. પરિણિતી હાલમાં કેટલાક પ્રોજેક્ટ હાથમાં ધરાવે છે. તે વધુને વધુ ફિલ્મો કરવા માટે હવે સજ્જ થઇ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY