સૌથી વધુ કમાણી કરનાર એક્ટરમાં અક્ષય સાતમા સ્થાને,સલમાન નવમા ક્રમે

0
24

ન્યૂયોર્ક,તા.૨૩
દુનિયાના સૌથી વધુ કમાતા અભિનેતાઓની લિસ્ટમાં અક્ષયકુમારે સલમાન ખાનને પાછળ છોડી દીધો. ફોર્બ્સની વર્લ્ડ હાઇએસ્ટ પેઇડ એક્ટર્સની લિસ્ટમાં અક્ષય ૨૮૩.૫ કરોડ રૂપિયા (૪.૦૫ કરોડ ડોલર) વાર્ષિક કમાણી સાથે ૭મા નંબર પર છે. સલમાને ૨૬૯.૫ કરોડ રૂપિયા (૩.૮૫ કરોડ ડોલર)ની કમાણી કરી છે અને ૯મા નંબર પર સ્થાન મેળવ્યું છે. અક્ષય ગયા વર્ષે સલમાનથી એક નંબર પાછળ હતો.
ગયા વર્ષે અક્ષયકુમારની કમાણી ૨૨૭ કરોડ રૂપિયા હતા અને તે ૧૦મા નંબર પર હતો. અક્ષયની રેંકિંગમાં આ વર્ષે ત્રણ નંબરનો સુધારો થયો છે. જ્યારે સલમાન ખાનની કમાણી ગયા વર્ષે ૨૩૭ કરોડ રૂપિયા હતા અને તે ૯મા નંબર પર જ હતો. ૨૦૧૭માં ફોર્બ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ૨૪૩ કરોડ રૂપિયાની કમાણી સાથે ૮મા નંબર પર હતો, પરંતુ આ વખતે તે ટોપ-૧૦માં જગ્યા બનાવી શક્્યો નથી.
ગયા મહિને ફોર્બ્સે દુનિયામાં સૌથી વધુ કમાણી કરતા ટોપ-૧૦૦ એન્ટરટેઇનર્સનું લિસ્ટ જાહેર કર્યું. તેમાં પણ અક્ષયકુમાર અને સલમાન ખાને સ્થાન મેળવ્યું છે. અક્ષય લિસ્ટમાં ૭૬મા અને સલમાન ૮૨મા નંબર પર છે. બંનેએ કુલ ૫૩૫ કરોડ રૂપિયાની કમાણી કરી. આ લિસ્ટમાં અમેરિકન બોક્સર ફ્લોય્ડ મેવેદર પહેલા નંબર પર રહ્યો. એક વર્ષમાં તેની કમાણી ૧૯૫૨ કરોડ રૂપિયા રહી. ૧૦મો નંબર પોર્ટુગલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો છે. તેની કમાણી ૭૪૦ કરોડ રૂપિયા રહી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY