CBSE ૨૦૨૦થી ધોરણ ૧૦-૧૨ની એક્ઝામની પેટર્નમાં કરશે ફેરફાર

0
154

ન્યુ દિલ્હી,તા.૨૩
જે વિદ્યાર્થીઓ ૨૦૨૦માં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (CBSE)ની પરીક્ષાઓ આપવાના છે, તેમના માટે એક જરૂરી સમાચાર છે. સીબીએસઇ ૨૦૧૯-૨૦થી ૧૦મા અને ૧૨મા ધોરણના પ્રશ્નપત્રમાં મોટો ફેરફાર કરવા જઇ રહી છે. સીબીએસઇની આ પ્રક્રિયામાં વોકેશનલ સબ્જેકટની ટેસ્ટ પેટર્ન અને રિઝલ્ટ જાહેર કરવાની પ્રક્રિયા પર પણ નિર્ણય લેવાશે.
સીબીએસઇના અધિકારીઓએ કહ્યું કે નવી એક્ઝામ પેટર્ન વિદ્યાર્થીઓના વિશ્લેષ્ણાત્મક ક્ષમતાનો ટેસ્ટ કરશે. તેના લીધે વિષયોને ગોખી મારવાની પ્રોસેસ પર પણ કાબૂ મેળવાશે. નામ ન આપવાની શરતે માનવ સંસાધન મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે બદલાતા ક્વેશ્ચન પેપર પ્રોબ્લેમ સોલ્વિંગ મોડના હશે. ૧થી ૫ માર્ક્સના નાના પ્રશ્નો વધુ હશે. મોટાભાગે ફોકસ એ વાત પર હશે કે વિદ્યાર્થીઓની લ‹નગ પ્રોસેસ અને તેમની વિચારવાની ક્ષમતાની આકરણી કરી શકાય જેથી કરીને તેમનો માનસિક વિકાસ યોગ્ય સ્તર પર થાય. કોશિષ રહેશે કે વિદ્યાર્થીઓની ગોખણપટ્ટીથી વધુ માર્કસ લાવવાની પ્રક્રિયા પર પૂર્ણવિરામ મૂકાય.
આ સિલસિલામાં સીબીએસઇ એ નવી ગાઇડલાઇન (CBSE) મંત્રાલયને સોંપી દીધી છે. તેના મતે સ્કૂલોના અફિલિએશન અને રિન્યુઅલ દરમ્યાન ફોકસ સંસ્થાઓના એકેડમીક ગુણવત્તા પર હશે. શાળાઓમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રકચરના નિરીક્ષણ માટે, બોર્ડ માન્યતા પ્રાપ્ત અધિકારીઓના રિપોર્ટ પર નિર્ભર રહેશે.
અધિકારીએ આગળ કહ્યું કે આ પ્રપોઝલમાં હજુ ૩-૪ મહિનાનો બીજા સમય લાગશે, પરંતુ બોર્ડે આવતા સત્ર (૨૦૧૯-૨૦) માટે ૧૦મા અને ૧૨મા ધોરણની પ્રશ્નપત્ર પેટર્નમાં ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
વોકેશનલ વિષયોની પરીક્ષા આવતા સત્રથી ફેબ્રુઆરીમાં થશે, જ્યારે મુખ્ય વિષયોની પરીક્ષા માર્ચમાં જ પૂરી થઇ જશે. તેમજ પેપરના મૂલ્યાંકન માટે વધુ સમય મળશે અને રિઝલ્ટ સમય કરતાં પહેલાં જ જાહેર થશે. મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે પેપર સાથે સંબંધિત શિડ્યુલના પ્રપોઝલ પર અત્યારે વાતચીત ચાલુ છે અને હજુ સુધી કંઇ ફાઇનલ કરાયું નથી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY