તંત્ર ઘોર નિંદ્રામાં…સોલા સિવિલ હોસ્પિટલની નવી તથા જૂની બિલ્ડીંગમાં સીસીટીવી બંધ

0
4

અમદાવાદ,તા.૪
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નઘરોળ તંત્રના કારણે ગેરવ્યવસ્થાના છાશવારે અવનવાં ઉદાહરણ પ્રકાશમાં આવી રહ્યાં છે ત્યારે દર્દીઓની સુખ-સુવિધા માટે નિતનવા પ્રોજેક્ટ લાખો રૂપિયાના ખર્ચે અમલમાં મુકાતા હોવા છતાં સત્તાવાળાઓની આળસના કારણે તેનો ખાસ લાભ મળી શકતો નથી.
આનું ઉદાહરણ સોલા સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગ તેમજ જૂના બિલ્ડિંગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જાવા મળે છે તો બીજી બાજુ હોસ્પિટલની લિફ્ટ બંધ હોવાથી દર્દીઓને ૧૦ માળ ચઢીને જવું પડે છે
આભાર – નિહારીકા રવિયા તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની વિવિધ હોસ્પિટલોનું અપગ્રેડેશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરનાં એસ.જી. હાઇવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં રૂ. ૮૪ લાખને ખર્ચે આઇસીયુ, સ્પે. રૂમ સાથે વધુ ૧પ૦ પથારીની અદ્યતન સુવિધા સાથેની ૧૦ માળનું ઓપીડી બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, પરંતુ નવા બિલ્ડિંગનું લોકાર્પણ થયું ત્યારથી જ દર્દીઓ હેરાન- પરેશાન થઇ જાય છે, કારણ કે નવા બિલ્ડિંગમાં પાણીના પ્રશ્નનો છેલ્લા કેટલાય સમયથી ઉકેલ નથી આવતો, જેના કારણે બહારથી પાણી લાવવું પડે છે તો બીજી બાજુ નવા બિલ્ડિંગમાં એક્સ-રે મશીન બંધ જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે.
નવા બિલ્ડિંગમાં લિફ્ટની બહાર માત્ર સ્ટાફને જ લિફ્ટનો ઉપયોગ કરવો તેવું બોર્ડ મારવામાંઆવ્યું છે ત્યારે દર્દીઓને ચેક કરવા માટે સીડીઓ ચઢીને જવું પડે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY