નેત્રંગ-મોવી રોડ ઉપર અમરાવતી નદી પરના જર્જરીત પુલની સાંસદ મનસુખભાઇ વસાવાની ઓચિંતી મુલાકાત

0
263

નેત્રંગ:

નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ અમરાવતી નદી પરનો પુલ ગમે ત્યારે તુટી પડે તેવી શક્યતાઓ જણાય રહી છે, જેમાં પુલના નીચેના ભાગના પીલ્લરોમાં છેલ્લા કેટલાક સમયથી સળીયા અને મોટી-મોટી ત્રિરાડો પડવા છતાં જવાબદાર માગઁ અને મકાન વિભાગે પ્રાથમિક ધોરણે પણ સમારકામની કરવાની ફુરસત મળી ન હતી, જેથી અમરાવતી નદી પરના પુલ પર સતત નાના-મોટા માલધારી વાહનોની અવર-જવરના કારણે પુલના નીચેના ભાગના પીલ્લરો ધરાસાયી થઇ જવા પામ્યા હતા,જેથી વાહનચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા છે, જયારે છેલ્લા કેટલાક સમયથી અમરાવતી નદી ઉપરના પુલની હાલત જજરીત થવા છતાં જવાબદાર માગઁ અને મકાન વિભાગએ પુલનું સમારકામ પ્રાથમિક ધોરણે પણ નહીં કરાતા વાહનચાલકો સહિત નેત્રંગ ગામની પ્રજામાં રોષ ભભુકી ઉઠવા પામ્યો હતો, જાણે મોટી હોનારત અને જાનહાની ઘટનાની રાહ જોયને બેઠા હોય તેવું લાગી રહ્યુ હતું.

ત્યારબાદ નેત્રંગ-મોવી રોડ ઉપરનો અમરાવતી નદી પરનો પુલ ગમે ત્યારે તુટી પડવાની સ્થિતિ સ્પષ્ટપણે નજરે પડી રહ્યુ છે, જે બાબતે ઘટનાની જાણ ઝઘડીયા પ્રાંત અધીકારી વરૂણકુમાર બરનવાલ, નેત્રંગ મામલતદાર બી.કે તડવી સહિત માગઁ અને મકાન વિભાગના જવાબદાર અધીકારીઓએ અમરાવતી નદી પરના બિસ્માર પુલનું નિરીક્ષણ કયુઁ હતુ, ત્યારબાદ ઘટનાની ગંભીરતા જાણી અને જરૂરી કાયઁવાહી કરી તાત્કાલીક ધોરણે પુલ પર ચાલતો વાહનવ્યવહાર બંધ કરાવવાની નેત્રંગ પોલીસને સુચના આપી હતી, જેથી નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ,એન, બારીયા અને પોલીસ કમઁચારીઓએ નેત્રંગ ચાર રસ્તા અને રાજપીપલા રોડ ઉપર આવેલ મોવી ત્રણ રસ્તા ઉપર બેરીકેટ ગોઠવી વાહનવ્યવહાર બંધ કરાવી દીધો હતો,તેમજ જરૂરી પોલીસ બંદોબસ્ત ખડેપગે તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

જ્યારે બીજી બાજુએ નેત્રંગની અમરાવતી નદી ઉપરના જજઁરીત પુલની ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાએ ઘટનાની જાણ થતાં જ ઓચિંતી મુલાકાત લેતા જ ફફડાટ મચી જવા પામ્યો હતો, જેમાં પુલના પિલ્લરો ધરાસાયી થતાંની સાથે જ વાહનવ્યવહાર બંધ કરાવતા મોટી જાનહાની અને હોનારતની ઘટના ટળી હતી તેવું સંવાદમાં જણાવ્યું હતુ, જ્યારે અમરાવતી નદીના જજઁરીત પુલના સમાંતર જ માગઁ અને મકાન વિભાગ ધ્વારા કામચલાઉ ધોરણે ડાયવજઁન બનાવવામાં આવ્યું હતું, જેમાં સતત ચાલતા નાના- મોટા માલધારી વાહનવ્યવહારના કારણે ઉડતી ધુળની ડમરીઓથી સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા જવા પામ્યા છે, જેથી સાંસદ મનસુખભાઇ વસાવાએ ડાયવજઁન પર તાત્કાલીક ધોરણે પાણીનો છંટકાવ કરીને ડામર કોંટિંગ પાથરી રસ્તા બનાવવા માટે સરકારીતંત્રનું ધ્યાન દોયુઁ હતું, જ્યારે કાંટીપાડા,કંબોડીયા,ચાસવડ અને મૌઝા નદી ઉપરના જજઁરીત પુલનું સાંસદ મનસુખભાઇ વસાવાએ નિરીક્ષણ કરી તાત્કાલીક ધોરણે સમારકામ કરવાની સુચના આપી હતી,

જે દરમિયાન ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા,નેત્રંગ મામલતદાર બી.કે તડવી,રાયસિંગ વસાવા અને માનસિંગ વસાવા અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો સહિત વાહનચાલકો જોડાયા હતા.

લિ.
મનસુખભાઇ વસાવા
સાંસદ,ભરૂચ લોકસભા

રિપોટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY