અમદાવાદ,તા.૨૮
લક્ઝરી કારમાં હવે ગ્રાહકો ધીરે ધીરે ડિઝલથી પેટ્રોલ સેગમેન્ટ તરફ વળી રહ્યા છે. અગાઉ ૨૦૧૫માં ડિઝલ વર્ઝનનું વેચાણ ૯૦ ટકા હતું, તેની સામે ૨૦૧૭માં આ રેશ્યો ઘટીને ૭૦ ટકા સુધી આવી ગયો છે અને હજુ ૨૦૨૦ સુધીમાં ડિઝલ-પેટ્રોલ વર્ઝન કારનું વેચાણ ૫૦-૫૦ ટકા સુધી આવશે. જેને ધ્યાનમાં રાખીને તેમ જ પોતાના ગ્રાહકોને ઉત્કૃષ્ટ ફિચર્સ અને સેવા ઉપલબ્ધ બનાવવાના આશયથી ઔડી દ્વારા અત્યારસુધીની તેની સૌથી ફાસ્ટ અને પાવરફુલ કયુ ૫ – ૪૫ ટીએફએસઆઇની પેટ્રોલ આવૃતિ અમદાવાદમાં એસજી હાઇવે પરના શો રૂમ ખાતે લોન્ચ કરવામાં આવી છે. ઔડી કયુ ૭ અને ઔડી કયુ ૩ની ડિઝાઇન એડિશનનું ટીઝર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે એમ અત્રે ઔડી, ઇÂન્ડયાના હેડ રાહિલ અન્સારીએ જણાવ્યું હતું. ઔડી કયુ પ-૪૫ના લોન્ચીંગ પ્રસંગે હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી નીમ્રત કૌર ખાસ ઉપÂસ્થત રહી હતી. નીમ્રત કૌરે પણ આ પ્રસંગે જણાવ્યું હતું કે, તે ઔડીની લકઝરી કારની મોટી ફેન છે અને તે ઔડી કાર જ યુઝ કરે છે. તેનું કારણ તેની આરામદાયક સફર, સેફ્ટી ફીચર્સ અને ઉત્કૃષ્ટ ડ્રાઇવેબીલીટી સંતોષ છે. ઔડી, ઇÂન્ડયાના હેડ રાહિલ અન્સારીએ વધુમાં જણાવ્યું હતું કે, ઔડી કયુ ૫ -૪૫ ટીએફએસઆઇ ૭ સ્પીડ એસ ટ્રોનિક ટ્રાન્સમીશન સાથે ૧૮૫ કેડબલ્યુ(૨૫૨ બીએચપી)ના કુલ આઉટપુટ સાથે સૌથી અસરકારક ૨.૦ ટીએફએસઆઇ એÂન્જનથી સજ્જ છે. તેની ટોપ સ્પીડ પ્રતિ કલાક ૨૩૭ કિ.મીની છે. તે માત્ર ૬.૩ સેકન્ડમાં જ પ્રતિકલાક શૂન્યથી ૧૦૦ કિ.મીની ઝડપ હાંસલ કરી શકે છે. ઉપરાંત ટેકનોલોજી ફિચર્સમાં ઔડી વર્ચ્યુઅલ કોકપીટ, એમએણઆઇ ટચ સાથે એમએમઆઇ નેવિગેશન, ઔડી સ્માર્ટફોન ઇન્ટરફેસ અને કયુઆઇ-વાયરલેસ ચાર્જીંગ સાથે ફોનબોક્સ સહિતના અનેક સુવિધાયુકત ફિચર્સ આંખે ઉડીને વળગે તેવા છે. તેમણે ઉમેર્યું કે, અમારી પેટ્રોલ વ્યૂહરચના સાથે તાલ મિલાવતાં અમે અમારા કુલ વેચાણમાં પેટ્રોલ વેરિએન્ટ્સનું યોગદાન વધારવા માંગીએ છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારતમાં ઔડી કયુ ૫ ટીડીઆઇ મોડેલના લોન્ચીંગના એક જ મહિનાના અમને ૫૦૦થી વધુ બુકીંગ્સ મળ્યા હતા, જે આ સેગમેન્ટમાં તેની લીડરશીપ પોઝીશનનો પુરાવો ચે. ઔડી કયુ ૫ તેના કલાસમાં ભારતમાં સૌથી શ્રેષ્ઠ વેચાતા મોડેલ્સમાંની એક છે અને તેના પેટ્રોલ અવતારના લોન્ચીંગ સાથે ઔડી કયુ ૫ ભારતીય બજારમાં તેની Âસ્થતિ વધુ મજબૂત બનાવશે. ઔડી કયુ ૫ -૪૫ ટીએફએસઆઇ કવાટ્રોની કિંમત ભારતમાં બધી જ ઔડી ડિલરશીપમાં માત્ર રૂ.૫૫,૨૭,૦૦૦થી શરૂ થાય છે. વધુ પાવર, એકદન નવી ડિઝાઇન અને ઇન્ફોટેઇનમેન્ટના અનેક નવીન ફિચર્સ સાથે નવી ઔડી કયુ ૫ -૪૫ ટીએફએસઆઇ ઓન રોડ અથવા ઓફ રોડ ડ્રાઇવીંગનો આનંદ માણવા માંગતા અમારા ગ્રાહકો માટે ઉપલબ્ધ સૌથી શ્રેષ્ઠ કાર છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




