ઉધનામાં ગુડલક મોબાઈલની દુકાનમાંથી ૨ લાખની ચોરી

0
8

ઠંડીનો લાભ લઈ તસ્કરોએ શટર ઉંચુ કરી મોબાઈલ અને રોકડનો હાથફેરો
સુરત, તા.૮
ઉધના બીઆરસી પાસે રામકુટીર નજીક આવેલ ગુડલક મોબાઈલક દુકાનમાં તસ્કરોએ ફુલગુલાબી ઠંડીનો લાભ લઈને રાત્રિ દરમ્યાન શટર ઉંચુ કરીને અંદરથી મોબાઈલ તેમજ રોકડ રકમની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે ઉધના પોલીસે ગુનો નોîધી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઉધના બીઆરસી નજીક રામકુટીર ચીકુવાડી પાસે આવેલ ગુડલક મોબાઈલ દુકાનમાં મોડી રાત્રે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. દુકાનનું શટર ઉંચુ કરીને તસ્કરો દુકાનમાં પ્રવેશીને સીસીટીવી કેમેરાને વાળી દઈ અંદરથી મોબાઈલ ફોન તેમજ રોકડ રકમની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના બાજુમાં આવેલ દુકાનના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ હતી. આજે સવારે શટર ઉંચુ થયેલુ અને અંદર ચોરી થઈ હોવાની જાણ ઉધના પોલીસને કરવામાં આવી હતી.

આભાર – નિહારીકા રવિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY