અત્યારે તો ન્યાસાને એક્ટિંગમાં રસ દેખાતો નથીઃ અજય દેવગણ

0
5

મુંબઈ,તા.૧૨
સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણે તાજેતરમાં કહ્યું હતું કે મારી પુત્રી ન્યાસાને અભિનયમાં રસ હોય એવું અત્યારે તો લાગતું નથી.
‘વાસ્તવમાં આજનાં બાળકો સમક્ષ ઇન્ટરનેટ અને અન્ય લેટેસ્ટ ટેક્નોલોજી હાથવગી છે એટલે અસંખ્ય વિકલ્પો હોય છે. એ લોકો પોતાની કારકિર્દી પોતે નક્કી કરી શકે છે. પરંતુ મને લાગે છે કે હજુ મારાં બાળકો પુખ્ત થયાં નથી એટલે હાલ કોઇ નિર્ણય કરવાની સ્થિતિમાં નથી’ એમ અજયે કહ્યું હતું.
એણે વધુ એક સવાલના જવાબમાં કહ્યું કે સેલેબ્રિટીઝનાં બાળકોને જાઇને લોકો સોશ્યલ મિડિયા પર ગમે તેવી કોમેન્ટ કરતાં હોય છે. ટ્રોલ કરનારા પણ જેમ ફાવે તેમ ટ્રોલ કરતાં હોય છે. હવે હું એવી કોમેન્ટ્‌સથી અપસેટ થતો નથી. ફિલ્મ સ્ટાર્સનાં બાળકો હોવાની આ એક સ્વાભાવિક મર્યાદા છે. લોકો સતત એેમની હિલચાલ પર નજર રાખતાં હોય છે અને તક મળે ત્યારે આડેધડ કોમેન્ટ કરતાં હોય છે. અગાઉ હું આવી બાબતોથી અપસેટ થતો હતો. હવે મને આવી કોમેન્ટ્‌સ અપસેટ કરતી નથી. હું આવી બાબતોથી ટેવાઇ ગયો છું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY