અમેરિકાના અલબામામાં ચક્રવાતને કારણે ૨૩ લોકોનાં મોત,૪૦થી વધુ ઘાયલ

0
4

અલબામા,તા.૪
અમેરિકાના ઇસ્ટર્ન સ્ટેટ અલબામા અને જ્યોર્જિયામાં ત્રાટકેલા વાવાઝોડાંમાં એક ૮ વર્ષની બાળકી સહિત ૨૩ લોકોનાં મોત થયા છે. લી કાઉન્ટીના પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવાર સુધી મૃત્યુઆંક ૧૪ હતો જે આજે સોમવાર સુધી ૨૩એ પહોંચ્યો છે. અનેક લોકો ગુમ થયા છે, હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકાઓ છે. પોલીસ અધિકારી જે જાન્સના જણાવ્યા અનુસાર, વાવાઝોડું એટલું ભયાનક હતુ કે, ગણતરીની મિનિટોમાં અડધા માઇલ સુધીનો વિસ્તાર નષ્ટ થઇ ગયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક કલાકના અંતરે સ્ટેટમાં બે વાવાઝોડાં ત્રાટક્્યા હતા. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, અલબામા અને જ્યોર્જિયામાં રવિવારે બપોર બાદ એક સાથે ડઝન જેટલાં વાવાઝોડાં ત્રાટકિયા હતા. આ અગાઉ વર્ષ ૨૦૧૧માં તુસ્કાલોસા-બ‹મગહામ વાવાઝોડું ત્રાટકિયું હતું જેમાં ૨૦૦ લોકોનાં મોત થયા હતા.
વાવાઝોડાંના પગલે અમુક લોકોને ઇસ્ટ અલબામા મેડિકલ સેન્ટર મોકલી આપવામાં આવ્યા છે. અહીં ઘાયલોની સારવાર પણ ચાલી રહી છે. ઓથોરિટીએ કહ્યું કે, હાલમાં રવિવાર સાંજથી ગુમ થયેલા લોકોની તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ખરાબ હવામાનના કારણે રેસ્કીયું ઓપરેશન મોડી રાત બાદ શરૂ કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY