હું કદી એડલ્ટ કોમેડી ફિલ્મો નહીં કરુંઃ અર્શદ વારસી

0
5

મુંબઈ,તા.૪
મોખરાના કોમેડિયન અર્શદ વારસીએ કહ્યું હતું કે મારાં બાળકો મને એડલ્ટ કોમેડીમાં જુએ એ હું પસંદ કરતો નથી એટલે હું કદી એડલ્ટ કોમેડી ફિલ્મો નહીં કરું.
ગોલમાલ અને ધમાલ જેવી સુપરહિટ કોમેડી સિરિઝ ફિલ્મોમાં ચમકેલા અર્શદ વારસીએ કહ્યું કે એક દર્શક તરીકે મને એડલ્ટ કોમેડી જાવી ગમે છે પરંતુ હું પોતે એવી ફિલ્મો નહીં કરું. મારાં બાળકો મને એવી ફિલ્મોમાં જુએ એ મને પસંદ નહીં પડે. મારાં બાળકોના માનસ પર મારી કેવી ઇમેજ સ્થપાય એ હું સમજી શકું છું.
‘હું પૈસા માટે ફિલ્મો કરતો નથી એટલે અમુક પ્રકારની ફિલ્મોની આૅફર્સ આવે ત્યારે હું સહેલાઇથી ના પાડી શકું છું. હું બાળબચરવાલ માણસ છું અને મારાં બાળકો મને એલફેલ ફિલ્મોમાં જુએ એ હું પસંદ નહીં કરું. એટલે મેં એવી કેટલીક ફિલ્મો જતી કરી હતી’ એમ અર્શદે કહ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY