ડોનાલ્ડ ટ્રમ્પે તોડી સંધિ, હવે પરમાણુ મિસાઇલોથી ડરાવશે અમેરિકા

0
22

વાશિંગ્ટન,તા.૨
છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રપતિ ટ્રંપ અને સંસદ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મતભેદની સ્થિતિ સર્જાઇ ચૂકી છે. અમેરિકાના સંવિધાનમાં એવું જણાવવામાં આવ્યું છે કે દેશ માટે કરવામાં આવતા તમામ ખર્ચની વ્યવસ્થા કરવાની જવાબદારી અમેરિકાની સંસદ પાસે હોય છે. રાષ્ટ્રપિત અને સંસદ વચ્ચેના મતભેદ પાછળનું આ કારણે મુખ્ય ગણવામાં આવી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ તંત્ર રશિયા સાથે દસકાઓથી જુની પરમાણુ હથિયાર સંધિને રશિયા અને ચીન સામે લડવા માટે હદ કરતા વધારે બાધાઓ તરીકે જાઇ રહ્યું છે, એટલા માટે તેણે આ સંધિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાની તરફથી શુક્રવારે જાહેર કરાયેલા આ પગલાને અમેરિકી સંભવિત નવી મિસાઇલોને ફરજંદ કરવા મુદ્દે તેના સહયોગી દેશો સાથે સંવેદનશીલ વાર્તાનો રસ્તો તૈયાર કરી દીધો છે. પોતાના નિર્ણયને સ્પષ્ટ કરતારાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોસ્કો પર ૧૯૮૭ની ઇન્ટરમીડિયેટ રેંજ ન્યૂકિલયર ફોર્સિઝ સંધીના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો. મોસ્કોએ આ ઉલ્લંઘનથી ઇન્કાર કર્યો અને વોશિંગ્ટન પર વિવાદને ઉકેલવા માટે તેના પ્રયાસોને અટકાવવા માટેનો આરોપ લગાવ્યો.
ટ્રંપ અનેકવાર પોતાના ભાષણમાં કહીં ચુકવ્યા છે કે તેઓ અમેરિકા અને મેકિસકો વચ્ચે છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલી ઘૂસણખોરીને અટકાવવા માટે અમેરિકા-મેકિસકો વચ્ચે એક દિવાલ બનાવવા માગે છે. જેનાથી આ ગેરકાયદેસરના પ્રવેશને અટકાવી શકાય અને આ દિવાલ બનાવવા માટે તે સંસદ પાસેથી ફંડ માગી રહ્યા છે. પરંતુ નિચલા સંસદમાં આ વિશેની મંજૂરી મળી શકી નથી.
આ મામલે દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે શુક્રવારે ફરી એકવાર દેશમાં કટોકટી જાહેર કરી દેવાની ચેતાવણી આપી છે. વાઇટ હાઉસમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં કામ આગળ વધારવા માટે ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય ખોટી રીતે પ્રશ્નો ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની સાથે રહીંને આપણે કંઇજ હાસલ થવાનું નથી અને એટલા માટે મને લાગે છે કે મારે આપાતકાલ કટોકટી લાગું કરવી જ પડશે તેના માટેની સંભાવના વધારે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY