મુંબઈ,તા.૧૪
બોલિવુડની ટાપ એક્ટ્રેસીસમાં શામેલ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જલ્દી જ કરણ જાહરના લોકપ્રિય ટેલિવિઝન ટોક શો ‘કોફી વિથ કરણ’નો હિસ્સો બનવા જઇ રહી છે. શોના ફેન્સ આલિયા અને દીપિકાને કરણ જાહરના ઇન્ટરસ્ટીંગ અને ગોસિપ બહાર લાવનારા શોમાં એકસાથે જાવા માટે જાઇ રહ્યા છે.
બંનેએ એક સાથે જાવા પાછળ એક મોટું કારણ રણબીર કપૂર છે. દીપિકા અને રણબીર એક સમયે રિલેશીપમાં હતા અને હવે કહેવાઇ રહ્યુ છે કે આલિયા રણબીરને ડેટ કરી રહી છે. બીજી તરફ દીપિકા હાલમાં રણવીર સિંહ સાથે રિલેશનમાં છે અને કહેવા રહ્યુ છે કે, વર્ષના અંત સુધીમાં બંનેના લગ્નના બંધનમાં બંધાઇ જશે. પરંતુ આ રિલેશનશીપના કારણે સેલેબ્સમાં કોઇ મતભેદ નથી આ વાત તમને ‘કોફી વિશ કરણ’માં દીપિકા અને આલિયાની બોન્ડિંગ જાઇને સમજાઇ જશે.
તાજેતરમાં જ કરણે સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર જાણકારી આપી હતી કે દીપિકા અને આલિયા સાથે પોતાના શો ‘કોફી વિશ કરણ’ થી સિઝન ૬ની શરૂઆત કરી રહ્યો છે. હવે કારણે આ એપિસોડનું એક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે જેમાં આલિયા-દીપિકાને રસપ્રદ સવાલો કરવામાં આવી રહ્યા છે. તેમાં સૌથી ખાસ સવાલ હતો કે તમારા બંનેમાંથી સૌથી પહેલા લગ્ન કોણ કરશે ? તેના જવાબમાં આલિયા-દીપિકાએ એકબીજા સામે આંગળી કરી અને પછી હસવા લાગે છે. આટલું જ નહી કરણે દીપિકાને કહ્યું કે, ”દીપિકા તું જાણે છે કે તું ખોટું બોલી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





