પંજાબમાં એક જ દિવસમાં યુવતી પર બે વખત સામૂહિક દુષ્કર્મ

0
8

કપૂરથલા,તા.૧૪
પંજાબનાં કપૂરથલામાં એક ૨૪ વર્ષની યુવતી પર એક જ દિવસમાં બે વખત નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આ મામલામાં ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે પહેલી વખત જે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો તેમાં યુવતીનાં બોયફ્રેન્ડ સહિત અન્ય છ હવસખોરો હતા. જ્યારે બીજી વખત તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો ત્યારે ચાર નરાધમોએ યુવતીને પર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
જલંધરમાં રહેતી યુવતીએ ફરીયાદ કરી છે કે પાંચ મહિના પહેલા તેને હેરોઈન લેવાની ખરાબ આદત પડી ગઈ હતી જેના કારણે તેની મિત્રતા બે સ્મગલર્સ સાથે થઈ હતી. યુવતીએ જણાવ્યું કે તે લોકોએ જ મારા પર સામૂહિક બળાત્કાર કરવાનો પ્લાન બનાવ્યો હતો. પહેલી વખત જ્યારે તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો ત્યારબાદ તેણે એક પરિચિત વ્યકિતની હોસ્પિટલ પહોંચવા માટે મદદ માંગી હતી. યુવતીએ જણાવ્યું કે તેણે હોસ્પિટલ પહોંચવા માટે જે પરિચિત વ્યકિતની મદદ માંગી હતી તે વ્યકિત તેને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ એખ રૂમમાં લઈ ગયો અને ત્યાં તેના અન્ય ત્રણ મિત્રો સાથે મારા પર સામૂહિક બળાત્કાર કર્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY