‘વસુંધરાને આરામ આપો, તે બહુ જાડી થઈ ગઈ છે’: શરદ યાદવનું વિવાદાસ્પદ નિવેદન

0
26

આ ફક્ત મારું અપમાન નથી,પરંતુ તેમણે તમામ મહિલાઓનું અપમાન કર્યુંઃ વસુંધરા રાજે
અલવર,તા.૭
બિહારના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ યાદવે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટેની એક રેલી દરમિયાન અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપતાં મોટો હોબાળો થયો છે. શરદ યાદવે મુખ્યપ્રધાન વસુંધરા રાજેનું અપમાન કરતી ટિપ્પણી કરી હતી. અલવરમાં આયોજિત એક ચૂંટણીસભા દરમિયાન શરદ યાદવે જણાવ્યું કે, ‘વસુંધરાને આરામ આપો, તે ખૂબ થાકી ગઈ છે. બહુ જાડી થઈ ગઈ છે. પહેલાં તે પાતળી હતી. અમારા મધ્યપ્રદેશની દીકરી છે.‘
શરદ યાદવ અલવરની મુંડાવર બેઠક પર કોંગ્રેસ ગઠબંધનના એક ઉમેદવારના સમર્થનમાં રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ ચૂંટણીસભાનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થતાં ભારે હોબાળો થયો છે. વસુંધરા રાજેએ શરદ યાદવના આ નિવેદનથી વ્યથિત થઈને જણાવ્યું છે કે શરદ યાદવે ફક્ત મારું અપમાન નથી કર્યું, પરંતુ તેમણે તમામ મહિલાઓનું અપમાન કર્યું છે. તેમણે ચૂંટણીપંચને પણ શરદ યાદવ સામે કાર્યવાહી કરવા અને એક ઉદાહરણ પૂરું પાડવાની અપીલ કરી છે.
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અલવરમાં શરદ યાદવે કરેલા બફાટથી વસુંધરા રાજેને લોકોની સહાનુભૂતિ અને મત મળે છે કે નહીં તે આવનારો સમય બતાવશે પણ હાલમાં જેડીયુના પૂર્વ વરિષ્ઠ નેતાના નિવેદનની ચોમેરથી આકરી ટીકાઓ થઈ રહી છે. ભાષાનો સંયમ ગુમાવીને શરદ યાદવે કરેલા નિવેદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેમની ઉપર યુવાનો અને મહિલાઓએ જારદાર શાબ્દિક હુમલો કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY