બુલંદશહરઃ ઈન્સપેક્ટર સુબોધની હત્યામાં સેનાના જવાન પર શંકા

0
8

તપાસ માટે એસઆઈટીની ટીમ જમ્મૂ રવાના
બુલંદશહર,તા.૭
ઈન્સ્પેક્ટર સુબોધ સિંહની હત્યા મામલે યુપી પોલીસ સેનાના જવાનની ભૂમિકા વિશે તપાસ કરી રહી છે. ડીજીપીના પ્રવક્તા આરકે ગૌતમે જણાવ્યું કે, એક વીડિયો વાયરલ થયો છે જેમાં જીતૂ નામનો જવાન કટ્ટા સાથે દેખાયો છે. શંકા છે કે આ વ્યક્તિ ઘટના સ્થળે હાજર હતો. જીતૂ ઘટના પછી તેના યૂનિટ માટે જમ્મૂ રવાના થયો હતો. યુપીની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમે સેનાના અધિકારીઓ સાથે વાતચીત કરીને એક ટીમને જમ્મૂ રવાના કરી છે.
ત્રણ ડિસેમ્બરે સ્યાના વિસ્તારના ચિંગરાવઢી ગામમાં ગૌહત્યાની શંકા પછી હિંસા ફેલાઈ હતી તેમાં ઈન્સપેક્ટર સુબોધ સિંહ અને ગામના એક યુવક સુમિતનું મોત થયું હતું.
ડીજીપીના પીઆરઓ આરકે ગૌતમે જણાવ્યું કે, આરોપી આર્મી જવાનનું નામ એફઆઈઆરમાં પણ નોંધાયેલુ છે. વાયરલ વીડિયોમાં જવાન કટ્ટા સાથે દેખાયો છે આ જ વીડિયોના આધાર પર પોલીસે તપાસ આગળ વધારી છે. ગુરુવારે રાતે પોલીસે ચિંગરાવઠીમાં આવેલા ફોજીના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આરોપીની માએ પોલીસ પર તપાસના બહાને ઘરમાં ઉપદ્રવ મચાવ્યો હોવાનો અને ઘરની મહિલાઓ સાથે અભદ્રતા કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY