દિનેશ વસાવા નો પોલીસે રાજપીપળા ટાઉન માં હથકડી,દોરડુ બાંધી વરઘોડો કાઢી કોર્ટમાં રજૂ કરાયો હતો
આમલેથા પોલીસ ના ચાર ગુના તેમજ ભરૂચ, સુરત ગ્રામ્ય,વલસાડ જિલ્લાઓ ના પ્રોહિબિશન ના ગુના ઓ માં પણ નાસતો ફરતો બુટલેગર આખરે પોલીસ સકંજામાં

રાજપીપળા :
નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા ના આમલેથા પોલીસ સ્ટેશન ના લિસ્ટેડ પ્રોોરોહિબિશન બુટલેગર દિનેશ શાંતિલાલ વસાવા ( રહે,ચિત્રોંલ,નાંદોદ ) ઘણા સમય થી આમલેથા પોલીસ સ્ટેશન ના ચાર ગુનાઓ તેમજ ભરૂચ ,સુરત ગ્રામ્ય ,વલસાડ જિલ્લાઓ ના પણ પ્રોહિબિશન ના ગુનાઓ માં ઘણા સમય થી નાસતો ફરતો હતો જેમાં વલસાડ જિલ્લા ના પારડી પોલીસ સ્ટેશન માં 2016 ના વર્ષ થી વોન્ટેડ હતો અને લાંબા સમય થી પોલીસ સાથે સંતાકૂકડી રમતા દિનેશ વસાવા ને નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એન્ડ ના.પો. અધિક્ષક રાજેશ પરમાર ના માર્ગદર્શન હેઠળ અને ગુપ્ત બાતમીદાર મારફતે માહિતી મેળવી પી એસ આઈ સી એમ ગામીત તથા સી પી આઈ ડેડીયાપાડા આર એન રાઠવા તેમજ પોલીસ ટિમ સાથે તારીખ 30 ઑગસ્ટે પકડી અટક કરી રિમાન્ડ મેળવવા ની કાર્યવાહી માટે 31 ઑગસ્ટે રાજપીપળા શહેર માં હાથમાં હથકડી અને દોરડું બાંધી વરઘોડો કાઢી જાહેર માર્ગ પરથી કોર્ટ માં રિમાન્ડ માટે રજુ કરી એક દિવસ ના રિમાન્ડ મેળવ્યા બાદ પુછપરછ કરી જેલ માં ધકેલી દેતા હથકડી દોરડા સાથે શહેર માં વરઘોડો કાઢી અન્ય આરોપીઓ ને સબક શીખવાડ્યો હતો જોકે રિમાન્ડ પુરા થયા બાદ જેલ માં મોકલી અપાયો છે ત્યારે અન્ય ગુનાઓ માટે અન્ય શહેર ની પોલીસ હવે એને તપાસ અર્થે લઈ જશે એમ પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




