આંધ્રપ્રદેશના ધારાસભ્યએ ઇશ્વરની જગ્યાએ મુખ્યમંત્રીને ભગવાન માની શપથ લીધા..!!

0
3

અમરાવતી,તા.૧૩
આંધ્રપ્રદેશના એક નવા ચૂંટાયેલા ધારાસભ્યએ ઇશ્વરની જગ્યાએ મુખ્યમંત્રી અને વાઇએસઆર કોંગ્રેસ અધ્યક્ષ જગન મોહન રેડ્ડીના નામ પર શપથ લીધા. નેલ્લોર ગ્રામીણથી ધારાસભ્ય કોટામરેડ્ડી શ્રીધર રેડ્ડીએ મુખ્યમંત્રીના પ્રત્યે વફાદારી દેખાડવા માટે આ પગલું ઉઠાવ્યું અને કહ્યું કે સીએમ જગન તેમના માટે ભગવાન છે.
ધારાસભ્ય શ્રીધર રેડ્ડીએ આમ કરતાં જ પ્રોટેમ સ્પીકર સંબાંગી અપ્પાલા નાયડુને તત્કાલ ધારાસભ્યને ફરીથી શપથ લેવા માટે કહ્યું. ત્યારબાદ શ્રીધરે ઇશ્વરના નામ પર શપથ લીધા. બાદમાં શ્રીધર રેડ્ડીએ કહ્યું કે તેઓ ઉતાવળા થઇ ગયા હતા આથી તેમણે નિયમોથી હટીને શપથ લીધા. તેમણે કહ્યું કે હું એક એવા ગરીબ પરિવારમાંથી આવું છું જેની કોઇ રાજકીય કે નાણાંકીય પૃષ્ઠભૂમિ રહી નથી.
ધારાસભ્ય રેડ્ડીએ કહ્યું કે તેમણે (જગન) મને બે વખત ધારાસભ્ય બનાવ્યો. તેમના (જગન) નામ પર શપથ લેવાની પાછળ મારી કોઇ પદ મેળવવાની અભિલાષા નથી. છેલ્લાં પાંચ વર્ષમાં મેં મારી બધી સેલેરી ગરીબ બાળકોને આપી દીધી છે. ધારાસભ્ય એ દાવો કર્યો કે ટીડીપીના કેટલાંય ધારાસભ્યો એ પહેલાં એનટી રામરાવના નામ પર શપથ લીધા હતા અને તેમણે એમ કરવાની મંજૂરી આપી હતી.
શ્રી રેડ્ડીએ પ્રશ્ન કર્યો કે જો હું મારા નેતાને ભગવાન માનું છું તો તેમાં ખોટું શું છે? આપને જણાવી દઇએ કે વિધાયક સંવિધાનના અનુચ્છેદ ૧૮૮ના નિયમોની અંતર્ગત શપથ લે છે. તેના અંતર્ગત ધારાસભ્ય કાં તો ઇશ્વરના નામ પર શપથ લે છે અથવા તો સંવિધાનના.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY