અમરેલી પંથકમાં અનરાધાર, એક કલાકમાં ૨ ઇંચ વરસાદ

0
12

અમરેલી,તા.૯
સૌરાષ્ટ્રમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જાવા મળી રહ્યો છે. ત્યારે અમરેલી પંથકમાં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા છે. અમરેલી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા એક કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે અને હાલ મૂશળધાર વરસાદ પડવાનું ચાલુ છે.
અમરેલીના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદ પડવાનું ચાલુ છે. એક કલાકમાં બે ઇંચ વરસાદ પડી ગયો છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું ચાલુ થઇ ગયું છે. તેમજ કોવાયા, વિક્ટર અને દાતરડી ગામોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY