યુવકને ચપ્પુના અસંખ્ય ઘા મારી જીવલેણ હુમલો કરાતા ખળભળાટ

0
62

સુરત,તા.૯
પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકને ચપ્પુના અસંખ્ય ઘા મારવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. ચપ્પુના ઘા મારતા ઈજાગ્રસ્ત થયેલો યુવક સોસાયટીમાં ઘૂસી ગયો હતો. જેથી હુમલાખોરો ભાગી ગયા હતા. ત્યારબાદ સોસાયટીના રહિશોએ યુવકને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સ્થાનિકોમાં ગેંગવોરને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.
પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંતાનગરમાં મૂળ ઓરિસ્સાવાસી મિઠ્ઠુ ઉર્ફે અજય મહેશ્વર જેના(ઉ.વ.૩૧) પિતાથી અલગ એકલો રહે છે. અને સંચા કારીગર તરીકે કામ કરે છે. મોડી રાત્રે પિયુષ પોઈન્ટ પાસે એક્ટિવા લઈને જતો હતો. દરમિયાન કેટલાક અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કરી દીધો હતો. ચપ્પુ અને અન્ય તિક્ષ્ણ હથિયાર દ્વારા અસંખ્ય ઘા મારવામાં આવતા જીવ બચાવવા અજય નજીકની સોસાયટીમાં ઘૂસી ગયો હતો. જેથી હુમલાખોરો ભાગી ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા યુવકને સોસાયટીના રહિશોએ ૧૦૮ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે યુવકના પિતાએ જણાવ્યું હતું કે, બે વાર અગાઉ પણ હુમલા થઈ ચૂક્યા છે. અને અજયે પણ હુમલા કર્યા હોવાથી જેલમાં પણ જઈ આવ્યો છે. સ્થાનિકોમાં ચાલતી ચર્ચા મુજબ, ઉત્રાણમાં થયેલી એક માથાભારે ઈસમની હત્યામાં અજયનો રોલ હોવાથી ઘણા સમયથી બંને ગેંગ વચ્ચે અથડામણ થયા કરે છે.
સુરત સિવિલ હોસ્પિટલ ના ડોક્ટર હાર્દિક મકવાણાએ જણાવ્યું હતું કે, યુવકને અસંખ્ય ઘા મારવામાં આવ્યા છે. પેટ, ગળાં, આંખ, ગાલ પર ઉંડા ઘા મારવામાં આવ્યા છે. રાત્રે સિવિલ હોસ્પિટલ માં લવાયેલા યુવકનું આઠ કલાક ઓપરેશન ચાલ્યું હતું. જેમાં સર્જરી, ઓર્થો, ઈએનટી અને ઓક્ટેલ વિભાગના તમામ ડોક્ટરો હાજર રહ્યા હતા. યુવકને તમામ પ્રકારની ગંભીર ઈજાના પગલે તમામ ડોક્ટરો સર્જરીમાં જાડાયા હતા. હાલ યુવકને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે. સ્ટેબલ થયા બાદ વધુ સારવાર આપવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY