અમરનાથ યાત્રામાં હજુ સુધી ૧૧ શ્રદ્ધાળુઓના થયેલા મોત

0
62

શ્રીનગર,તા. ૪
વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ભારે ઉત્સાહ વચ્ચે જારી છે પરંતુ જમ્મુ કાશ્મીરના ગંદરબાલ જિલ્લામાં ભેખડ પડતા પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે. પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે અમરનાથ યાત્રાના બાલટાલવાળા રસ્તા પર ભેખડો ધસી પડવાના બનાવો બન્યા હતા. જેમાં અન્ય ત્રણ ઘાયલ પણ થયા છે. બાલટાલ રૂટ પર રેલપત્રી અને બ્રારી માર્ગ વચ્ચે ભેખડો ધસી પડવાની ઘટના બની છે. અમરનાથ યાત્રામાં હજુ સુધી જુદા જુદા કારણોસર કુલ ૧૧ના મોત થયા છે. સોમવાર અને મંગળવારના દિવસે જુદા જુદા કારણોસર ત્રણ લોકોના મોત થયા હતા. વાર્ષિક અમરનાથ યાત્રા છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. આ વખતે અન્ય વર્ષોની સરખામણીમાં વધારે સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો ગયા બુધવારના દિવસે સવારે જમ્મુથી બાલતાલ અને બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. ૬૦ દિવસની આ યાત્રામાં આ વખતે અઢી લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચુક્યા છે. અમનારથ યાત્રા ૨૬મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીર રીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે. બાલતાલ અને પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે. આ બનંને રસ્તા શ્રીનગરથી ખૂબ સારી રીતે જાડાયેલા છે. મોટાભાગે શ્રદ્ધાળુ શ્રીનગરથી પોતાની યાત્રા શરૂ કરે છે. પહેલગામથી અમરનાથની પવિત્ર ગુફા ૪૮ કિલોમીટરના અંતરે છે જ્યારે બાલતાલથી પવિત્ર ગુફા ૧૪ કિલોમીટરના અંતરે છે. બાલતાલ રૂટથી અમરનાથ ગુફા સુધી સરળતાથી અને ઓછા સમયમાં પહોંચી શકાય છે પરંતુ આ રસ્તો ખૂબ જ મુશ્કેલરૂપ છે. જેથી મોટી વયના લોકો આ રૂટનો ઉપયોગ કરી શકતા નથી. પહેલગામ અમરનાથ માટે ઐતિહાસિક અને જુના માર્ગ તરીકે છે. આંધ્રપ્રદેશમાં ફિવાલાયમના શ્રદ્ધાળુઓ ધોટા રાગમ નામની ૭૫ વર્ષીય મહિલાનું બાલતાલ આધારસિવિકમાં મોત થયું છે. રસોડામાં તેમનું મોત થયું હતું. હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું હોવાના અહેવાલ મળ્યા છે. જ્યારે આંધ્રપ્રદેશના અનંતપોરામાં રાધાકૃષ્ણ શાહીનું ગુફા નજીક સંગમમાં એટેકના કારણે મોત થયું હતું.
(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY